એકોત્તરશતી/૭૩. બલાકા: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|બલાકા (બલાકા)}} {{Poem2Open}} સંધ્યાના રંગમાં ઝલમલ થતી જેલમ નદીનો વાંકો સ્ત્રોત અંધકારથી મલિન થઈ ગયો, જાણે કે મ્યાનમાં ઢંકાયેલી વાંકી તલવાર. દિવસની ઓટ પછી રાત્રિનો જુવાળ કાળા જળમાં...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|બલાકા (બલાકા)}}
{{Heading|બલાકા}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 9: Line 9:
હે હંસબલાકા, આજ રાત્રે મારી આગળ તેં સ્તબ્ધતાનું ઢાંકણુ ખોલી નાંખ્યું. હું આ નિઃશબ્દતાની નીચે જલમાં, સ્થલમાં, શૂન્યમાં એ જ પાંખોનો ઉદ્દામ ચંચલ શબ્દ સાંભળું છું. તૃણદલ, ધરતીરૂપી આકાશ ઉપર પાંખો ઝાપટે છે. માટીના અંધાર નીચે, કોણ ઠેકાણું જાણે છે, લાખ લાખ બીજરૂપી બલાકા પોતાની અંકુરરૂપી પાંખો ખોલે છે. આજે હું જોઉં છું, આ ગિરિમાળા, આ વન ખુલ્લી પાંખે એક દ્વીપથી બીજે દ્વીપ અને એક અજ્ઞાતથી બીજા અજ્ઞાત પ્રતિ ગતિ કરે છે. નક્ષત્રોરૂપી પાંખના સ્પંદનથી અને પ્રકાશના ક્રંદનથી અંધકાર ચમકે છે.

મેં સાંભળ્યું છે કે મનુષ્યની કેટકેટલી વાણી ટાળેટોળાં અલક્ષિત પથે અસ્પષ્ટ અતીતમાંથી અસ્ફુટ સુદૂર યુગાંતર તરફ ઊડી જાય છે. અને પોતાના અંતરમાં અસંખ્ય પંખીઓ સાથે દિવસે અને રાતે પોતાના વાસનો ત્યાગ કરનાર આ પંખી પ્રકાશમાં અને અંધકારમાં કયા પારથી કયે પાર ધસી જાય છે. જગતની પાંખોના આ ગીતથી આકાશ ગાજી ઊઠે છે : ‘અહીં નહીં, બીજે ક્યાંક, બીજે ક્યાંક, બીજે કોઈ ઠેકાણે.'  

<br>
ઑક્ટોબર-નવેમ્બર, ૧૯૧૫
{{સ-મ|||'''(અનુ. નિરંજન ભગત)'''}} <br>
‘બલાકા’
{{સ-મ|||'''(અનુ. નિરંજન ભગત)'''}}  
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૭૨. દુઇ નારી |next =૭૪. મુક્તિ }}