એકોત્તરશતી/૭૪. મુક્તિ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading|મુક્તિ (મુક્તિ)}} {{Poem2Open}} દાક્તર ભલે જે કહેવું હોય તે કહે, પણ રાખો, રાખો, ઓશીકા આગળની બે બારીઓ ખુલ્લી રાખો, શરીર પર હવા લાગવા દો! દવા? દવા ખાવાનું મારું પૂરું થઈ ગયુ છે. આ જીવનમાં રો...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|મુક્તિ (મુક્તિ)}}
{{Heading|મુક્તિ}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 9: Line 9:
આ બાવીસ વરસ પછી મારા જીવનમાં આજે પહેલી વાર મારા ઓરડામાં વસંતઋતુ આવી છે. બારીમાંથી આકાશ ભણી જોતાં આજે ક્ષણે ક્ષણે મારા પ્રાણમાં આનંદથી (એ વાત) જાગી ઊઠે છે—હું નારી છું, હું મહીયસી છું. નિદ્રાવિહીન ચંદ્રમાએ જ્યોત્સ્નારૂપી વીણામાં મારા સૂરે સૂર મેળવ્યો છે. હું ન હોત તો સંધ્યાતારાનું ઊગવું મિથ્યા થાત; વનમાં ફૂલોનું ખીલવું મિથ્યા થાત!

બાવીસ વરસ સુધી મને મનમાં હતું કે હું તમારા આ ઘરમાં અનંત કાળ માટે કેદ છું, તોયે મને એનું કંઈ દુ:ખ નહોતું. મનની જડતામાં દિવસો વીતી ગયા છે, અને વધારે જીવું તો હજી પણ વીતે. જ્યાં જેટલાં સગાંવહાલાં છે એ બધાં ‘લક્ષ્મી' કહીને મારાં વખાણ કરે છે. ઘરના ખૂણામાં પાંચ માણસોના મુખની વાતો એ આ જીવનમાં મારે મન જાણે મારી પરમ સાર્થકતા હતી. પરંતુ આજે શી ખબર ક્યારે મારાં બંધનનો દોર કપાઈ ગયો. પેલા અપાર વિરાટ નદીમુખમાં જન્મ અને મરણ એકાકાર થઈ ગયાં છે. એ અતલ સાગરમાં કોઠારની બધી દીવાલો ફીણના જરી ફિસોટાની પેઠે ક્યાંની ક્યાં અદૃશ્ય થઈ જાય છે!

આટલે દિવસે જાણે પહેલી વાર વિશ્વ-આકાશમાં લગ્નની બંસી બજે છે. તુચ્છ બાવીસ વરસો મારા ઘરના ખૂણાની ધૂળમાં પડી રહો! મારા મરણરૂપી વાસરગૃહમાં જેણે મને બોલાવી છે તે મારે બારણે મારો ભિક્ષુક બની ઊભો છે, તે કેવળ પ્રભુ (માલિક) નથી, તે કદી પણ મારી અવહેલના નહિ કરે. તે માગે છે મારી પાસે મારી અંદર જે ઊંડો ગુપ્ત સુધારસ છે તે! ગ્રહ-તારાઓની સભામાં એ બિરાજેલો છે—પે...લો ત્યાં નિર્નિમેષ નજરે મારા મોં સામે જોતો ઊભો રહ્યો એ! જગત મધુર છે, હું નારી મધુર છું, મરણ મધુર છે, હે મારા અનંત ભિખારી! ખોલી નાખો, બારણાં ખોલી નાખો— વ્યર્થ બાવીસ વરસમાંથી મને કાળના સમુદ્રની પાર ઉતારી દો!
આટલે દિવસે જાણે પહેલી વાર વિશ્વ-આકાશમાં લગ્નની બંસી બજે છે. તુચ્છ બાવીસ વરસો મારા ઘરના ખૂણાની ધૂળમાં પડી રહી! મારા મરણરૂપી વાસરગૃહમાં જેણે મને બોલાવી છે તે મારે બારણે મારો ભિક્ષુક બની ઊભો છે, તે કેવળ પ્રભુ (માલિક) નથી, તે કદી પણ મારી અવહેલના નહિ કરે. તે માગે છે મારી પાસે મારી અંદર જે ઊંડો ગુપ્ત સુધારસ છે તે! ગ્રહ-તારાઓની સભામાં એ બિરાજેલો છે—પે...લો ત્યાં નિર્નિમેષ નજરે મારા મોં સામે જોતો ઊભો રહ્યો એ! જગત મધુર છે, હું નારી મધુર છું, મરણ મધુર છે, હે મારા અનંત ભિખારી! ખોલી નાખો, બારણાં ખોલી નાખો— વ્યર્થ બાવીસ વરસમાંથી મને કાળના સમુદ્રની પાર ઉતારી દો!
<br>
ઑક્ટોબર, ૧૯૧૮
‘પલાતકા’
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br>
{{સ-મ|||'''(અનુ. રમણલાલ સોની)'''}} <br>
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૭૩. બલાકા |next =૭પ. હારિચે યાઓયા }}

Navigation menu