એકોત્તરશતી/૮૯. જન્મદિન: Difference between revisions

Added Years + Footer
(Created page with "{{SetTitle}} {{Heading| જન્મદિન (જન્મદિન)}} {{Poem2Open}} આજે મારો જન્મદિન. એ હમણાં જ પ્રાણની સીમા પર ડૂબકી મારીને, મરણ પાસેથી મુક્તિપત્ર લઈને વિલુપ્તિના અંધકારમાંથી, ઉપર આવ્યો છે. કોણ જાણે શાથી, મનમાં થાય...")
 
(Added Years + Footer)
Line 14: Line 14:
એથી આજે દિશાદિશાએ માનવ-પ્રાણીનો હુંકાર ગરજી ઊઠતો સાંભળું છું તોય મને છે કે એકવાર જેમ પંડિતની મૂઢતાને, ધનિકની દીનતાના અત્યાચારને, શણગારાયેલાના રૂપની મશ્કરીને મેં ફરી ફરી હસી કાઢ્યાં છે તેમ એનેય હસી નાખીને ચાલ્યો જઈશ. જે અપદેવતા જંગલી મુખવિકારથી મનુષ્યના દેવતાનો ઉપહાસ કરે છે તેને હાસ્યનો આઘાત કરીને કહેતો જઈશ : ‘આ પ્રહસનના મધ્ય અંકમાં દુષ્ટ સ્વપ્નનો એકાએક લોપ થશે;  નાટકની કબરરૂપે માત્ર બળી ચૂકેલી મશાલનો ભસ્મરાશિ રહેશે, અને રહેશે અદૃષ્ટનું અટ્ટહાસ્ય.’ હું કહેતો જઈશ : ‘દ્યૂતના છળે દાનવનો મૂરખાઈભર્યો અપવ્યય ઇતિહાસમાં કદીય શાશ્વત અધ્યાય ગૂંથી જઈ શકશે નહિ.’

રહેવા દો વૃથા વાત. તારા ઉંબર પર ઘંટ વાગતો સાંભળું છું—અંતિમ પ્રહરનો ઘંટ; એની સાથે થાકેલી છાતીમાં વિદાયનાં દ્વાર ખૂલી જવાનો અવાજ સાંભળું છું. એ નજીકમાં જ સૂર્યાસ્તના રંગે રંગ્યા પુરવીના સૂરે ધ્વનિત થઈ રહ્યો છે. જીવનના સ્મૃતિદીપમાં આજેય જે જ્યોત પૂરી રહી છે તે થોડીક વાટવડે સપ્તર્ષિની દૃષ્ટિ સામે તારી સન્ધ્યાની આરતિ રચીશ; દિવસના અંતની છેલ્લી પળે મારી મૌનવીણા મૂર્છિત થઈને તારા ચરણતળમાં રહેશે—ને મારી પાછળ રહેશે નાગકેસરનો છોડ જેના પર હજુ ફૂલ બેઠાં નથી, ને રહેશે પાર કરાવનારી નાવને નહીં પામનારો આ પારનો પ્રેમ—વિરહસ્મૃતિના રોષથી થાકીને આખરે એ રાતને અંતે પાછું વાળીને જોશે.

<br>
૮ મે, ૧૯૩૮
‘સેંજુતિ’
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} <br>
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} <br>
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૮૮. અવસન્ન ચેતનાર ગોધૂલિ વૅલાય |next = ૯૦. જપેર માલા}}