કંકાવટી/​​ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત

Revision as of 10:58, 22 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત|}} <poem> ચાંદા! ચાંદલી શી રાત ચાંદો ક્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત

ચાંદા! ચાંદલી શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે?
...ભાઈ[૧] ગ્યા છે દરબાર
ઘોડે ચડીને ઘેરે આવશે રે.
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોળ
...વહુ[૨] (બેન) ગોર્ય પૂજશેરે.

  • અહીં તમારા પોતાનાં ભાઈ-ભાભીનાં નામ મુકાય.
  • અહીં બહેન વ્રત કરતી હોય તો બહેનનું નામ લેવાય.