કંકાવટી/​​ધનુર્માસ

Revision as of 12:00, 24 January 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ધનુર્માસ

ખીસર (મકરસંક્રાન્તિ) આડે જે એક મહિનો રહે તેને ધનુર્માસ કહે.અરધો માગશર અને અરધો પોષ મળીને ધનુર્માસ થાય. મોટી બાઈઓ ધનુર્માસ ના’ય.

ચાંદરડાં છતે ના’ય
દી ઊગ્યામોર્ય ખાય
ભર્યે ભાણે ખાય.

ગામને પાદર તળાવ હોય તેમાંથી વ્રત કરનારીઓ એક્કેક ખોબો વેળુ ઉપાડીને પાળ ઉપર નાખી આવે.એક્કેક ખોબો ગાળ કાઢે તેને અક્કેક નવાણ ગળાવ્યા જેટલું પુણ્ય થાય. હજારો સ્ત્રીઓ અક્કેક ખોબા લાગટ ત્રીસ દહાડા સુધી ગાળ ઉલેચ્યા જ કરે. એટલે ગામનું તળાવ બુરાઈ ન જાય. ઘેર આવી નવાં અનાજ પાક્યાં હોય તેની ખીચડી રાંધે. રાંધીને એક ટાણું ખાય.

હાથે તાપ કરીને તાપે નહિ.
તાપ કરે તો પાપ લાગે.
તપાડે તેને પુણ્ય થાય.