કંકાવટી/​​બીજ માવડી

From Ekatra Wiki
Revision as of 10:34, 22 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બીજ માવડી|}} {{Poem2Open}} અજવાળી બીજનું આ નાનકડું વ્રત છે. મહિને મહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
બીજ માવડી

અજવાળી બીજનું આ નાનકડું વ્રત છે. મહિને મહિને બીજનો ચંદ્ર ઊગે. તેને આકાશમાથી પારખી લેવા છોકરાં ટોળે વળે. રૂપાના તાંતણા જેવી પાતળી ચંદ્રલેખાને જોતાં જ છોકરાં બોલે:

બીજ માવડી!
ચૂલે તાવડી
બે ગોધા ને એક ગાવડી.