કંકાવટી મંડળ 1/કંઠસ્થ વ્રત-સાહિત્ય (‘કંકાવટી’ (મંડળ 1) નો પ્રવેશક : 1927): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 336: Line 336:
{{Poem2Open}}
{{Poem2Open}}
એ ભાઈની રજા લઈ ને જ પોતાનું રાંધેલું અન્ન પૂર્ણ ચંદ્રકળાની નીચે બેઠાં બેઠાં જમવું : એ બધી ક્રિયા કોઈ શાસ્ત્રીય વ્રતમાંથી નહિ જડે. એ વ્રતના ગર્ભમાં શી શી ભાવનાઓ વિલસી રહી છે? સંપૂર્ણ સ્વાશ્રય : એક દિવસનો ગૃૃહસંસાર : ઉઘાડા ગગન સાથે મહોબ્બત : ચંદ્રિકાની તેજ-ઔષધિઓનું રસોઈમાં ઝિલાવું : આભના ચંદ્ર અને ધરતીના ‘ભાઈ’ વચ્ચે સામ્યની દૃષ્ટિ : અને નાની કન્યાના અંતરમાં આટલી એકસામટી પ્રેરણા પૂરવાનું સહજ કાર્ય આ વ્રત કરી આપે છે. આ વ્રતને આપણે એક કાવ્ય જ કાં ન કહીએ?
એ ભાઈની રજા લઈ ને જ પોતાનું રાંધેલું અન્ન પૂર્ણ ચંદ્રકળાની નીચે બેઠાં બેઠાં જમવું : એ બધી ક્રિયા કોઈ શાસ્ત્રીય વ્રતમાંથી નહિ જડે. એ વ્રતના ગર્ભમાં શી શી ભાવનાઓ વિલસી રહી છે? સંપૂર્ણ સ્વાશ્રય : એક દિવસનો ગૃૃહસંસાર : ઉઘાડા ગગન સાથે મહોબ્બત : ચંદ્રિકાની તેજ-ઔષધિઓનું રસોઈમાં ઝિલાવું : આભના ચંદ્ર અને ધરતીના ‘ભાઈ’ વચ્ચે સામ્યની દૃષ્ટિ : અને નાની કન્યાના અંતરમાં આટલી એકસામટી પ્રેરણા પૂરવાનું સહજ કાર્ય આ વ્રત કરી આપે છે. આ વ્રતને આપણે એક કાવ્ય જ કાં ન કહીએ?
{{Poem2Close}}
<center>'''બંગાળનાં લોકવ્રતો'''</center>
{{Poem2Open}}
આપણાં ને બંગાળનાં અમુક કુમારિકા-વ્રતો તો મળતાં આવે છે. આપણાં મોળાકત જેવું જ એનું ‘શસપાતા’ વ્રત છે. એમાં પણ જવેરા અને જાગરણ છે, એ કુમારિકાઓના ઉદ્ગારોમાં પણ આપણી માફક જ કૌટુમ્બિક સુખની યાચના પ્રવાસે પળેલા સ્વજનોની મંગલ વાંછના છે; ગાય, પીપળા અને ધરતીને વંદના છે, વેદગાથાને સ્મરાવે તેવા કલ્પનાવૈભવ છે, બારેય માસનાં ભિન્ન ભિન્ન ઋતુ-સ્વાગતો છે. એની બરોબરી તો આપણું ગુર્જર વ્રતસાહિત્ય કરી શકે તેમ નથી.
આ બંગાળી કુમારિકા-વ્રતોને શુદ્ધ કંઠસ્થ સ્વરૂપે ‘ઠાન દિદિર થલે’, (‘દાદીમાની બચકી’) નામના પુસ્તકમાં શ્રી દક્ષિણરંજન મજમુદારે સંઘર્યાં છે અને તેના પરથી ‘બાંગ્લાર વ્રત’ (‘બંગાળનાં વ્રતો’) નામક એક બંગાળી ગ્રંથ વિશ્વવિખ્યાત કલાધર અવનીન્દ્રનાથ ઠાકુરે લખ્યો છે, ને તેનો ફ્રેન્ચમાં અનુવાદ પણ થયો છે. એ ગ્રંથમાંથી સારભાગ અત્રે ઉતારેલ છે.
{{Poem2Close}}
<center>''''''</center>
<center>'''બંગાળનું વ્રતસાહિત્ય'''</center>
<center>'''અવનીન્દ્ર ઠાકુરને થયેલ દર્શન'''</center>
{{Poem2Open}}
આપણા દેશમાં (બંગાળમાં) બે જાતનાં વ્રતો પ્રચલિત દેખાય છે :
(1) શાસ્ત્રીય વ્રત, (2) મેયેલી વ્રત. આ ‘મેયેલી વ્રત’ના બે વિભાગ છે : (1) કુમારી–વ્રત : જે પાંચ-છથી આઠ-નવ વર્ષની કુમારિકાઓ કરે છે; અને (2) નારી-વ્રત, જે વિવાહીત સ્ત્રીઓ કરે છે. આમાંથી શાસ્ત્રીય અથવા પૌરાણિક વ્રતો હિન્દુ ધર્મની સાથોસાથ આ દેશમાં પ્રચાર પામ્યાં છે, અને આ બન્નેથી નિરાળાં મેયેલી વ્રતો, તેમાં રહેલાં અનુષ્ઠાનો ઝીણવટથી તપાસતાં પુરાણોની પૂર્વેના સમયમાં માલૂમ પડે છે. એની અંદર હિન્દુ પૂર્વેના તેમજ હિન્દુ ધર્મના, બન્નેના સેળભેળનો ઇતિહાસ સ્પષ્ટ નિહાળી શકાય છે.
'''શાસ્ત્રીય વ્રત''' : એમાં સહુથી પ્રથમ તો સામાન્ય વિધિ જેવી કે આચમન, સ્વસ્તિ, વચન-સંકલ્પ ઇત્યાદિ આવે; પછી બ્રાહ્મણને દાનદક્ષિણા દેવાય ને કથાનું શ્રવણ થાય. આ થઈ પૌરાણિક વ્રતની રચના.
'''નારીવ્રત''' : શાસ્ત્રીય વ્રતો અને કુમારિકા-વ્રતોની મિલાવટ કરીને રચેલાં આ વ્રતો છે. એમાંથી વેદવિધિઓની ગંભીરતા તેમજ સજીવતાયે ચાલી ગઈ છે, લોકવ્રતોની સરળતા પણ લગભગ નાશ પામી છે, પૂજારી બ્રાહ્મણ અને સામાન્ય ક્રિયાકાંડના જટિલ અનુષ્ઠાન-ન્યાસ-મુદ્રા-તંત્રમંત્રનું જ મહત્ત્વ સ્થપાઈ ગયું છે.
{{Poem2Close}}
<center>'''કુમારિકા-વ્રત'''</center>
{{Poem2Open}}
શુદ્ધ અસલી સ્વરૂપે તો આ વ્રતો જ રહ્યાં દેખાય છે. એમાં રંગોળી, કન્યાની જે મનકામના હોય તે મુજબની જ ચિત્રાકૃત્રિ, એના ઉપર ફૂલ ધરવું અને જો કોઈ વ્રતકથા હોય તો તે સાંભળવી, બસ એટલું જ છે. એમાં પૂજારી અને તંત્રમંત્રને સ્થાન જ નથી.
શાસ્ત્રીય વ્રતો ન તો પ્રાચીન રીતરિવાજોની ચર્ચામાં કામ લાગે, ન લોકસાહિત્યમાં લઈ શકાય, કે ન તો લૌકિક ધર્માચારનું સંશોધન કરવામાં મદદરૂપ થાય. લોક-સમુદાયની સાથે એને સાચો સંબંધ જ નથી. લોકોની રહેણીકરણી અથવા વિચારણાની છાપ જ તે વ્રતો ઉપર નથી.
સાચાં મેયેલી વ્રતોમાં — તેનાં જોડકણાંમાં તેમ જ તેની રંગોળીમાં — તો એક પ્રજાના હૃદયની, વિચારણાની ને જીવનની સ્પષ્ટ છાપ દેખાય છે — જેવી રીતે વેદના સૂક્તોની અંદર આર્ય જાતિનું ચિંતન, એનો ઉદ્યમ ને એનો ઉલ્લાસ ખીલી નીકળતાં દેખાય છે. વેદના સૂક્તો અને આ મેયેલી વ્રતોનું સાહિત્ય, બન્નેની અંદર લોકસમુદાયની આશાઓ,આશંકાઓ, ચેષ્ટાઓ અને મનોકામનાઓ વ્યક્ત થાય છે અને તેથી જ બન્નેની વચ્ચે એક સુંદર મેળ છે. નદી, સૂર્ય ઇત્યાદિ અનેક દેવતાઓ છે. તેઓને સંબોધીને આ મેયેલી વ્રતોમાં પણ જોડકણાં બોલાયાં છે. દૃષ્ટાંત તરીકે, વેદયુગમાં ઉષાનું આહ્વાન કરતાં ઋષિએ ગાયું કે
{{Space}}સૂર્યની માતા, શુભ્રવર્ણા, દિપ્તીમય ઉષા આવે છે.
અને સૂર્યને સંબોધીને લલકાર્યું કે
{{Space}}એના અશ્વો એને આખા જગતથી ઊંચે ઠેરવી રહ્યા છે.
વળી સમસ્ત નદીઓને સંબોધીને વેદ-કવિ ગાય છે કે
{{Space}}નિરનિરાળાં નીર એકત્ર મળે, અન્ય જલો પણ તેઓની સાથે
{{Space}}આવીને ભળે, ને એ સર્વે મળી સમુદ્રના વડવાનલને પ્રસન્ન કરે.
હવે, શાસ્ત્રીય વ્રતોમાં પ્રચલિત જે કૃત્રિમ, કવિત્વહીન અને આડમ્બરી સૂર્યસ્તવન છે તેની સાથે ઉપરની વેદની કવિત્વભરી વાણીને સરખાવીએ :
{{Poem2Close}}
<poem>
{{Space}}નમ: નમ: દિવાકર ભક્તિર કારન
{{Space}}ભક્તિરૂપે નાઉ પ્રભુ જગત્-ચારન
{{Space}}ભક્તિરૂપે પ્રતાપ કહિલે તૂયાપાય
{{Space}}મનોવાંછા સિદ્ધ કરેન પ્રભુ દેવતાય
</poem>
{{Poem2Open}}
આમાં વેદગાથાનો સૂર્ય અને શાસ્ત્રીય વ્રતોનો સૂર્ય : બન્ને વચ્ચેનો તફાવત જોઈ શકાય છે. હવે શુદ્ધ મેયેલી વ્રતનાં જોડકણાંની અંદર સૂર્યને, ઉષાને અને નદનદીઓને કેવા ભાવે લોકોએ વર્ણવ્યાં તે જોઈએ :
{{Poem2Close}}
<poem>
{{Space}}સાત સમુદ્રે વાતસ ખેલે,
{{Space}}કોન સમુદ્રે ઢેઉ તુલે.
{{Space}}[સાત સમુદ્રે વાયુ ખેલે
{{Space}}કયો સમદર છોળ ઉછાળે!]
{{Space}}ઊરૂ ઊરૂ દેખા જાય બડ બાડી,
{{Space}}એ જે દેખા જાય સૂર્યેર માર બાડી.
{{Space}}સૂર્યેર મા લો! કિ કર દુવારે બસિયા,
{{Space}}તોમાર સૂર્ય આસ્તેછેન જોડ ઘોડાતે ચડિયા.
{{Space}}[ઓ પેલા દેખાય મોટા મોટા મહેલ,
{{Space}}એ તો બહેન સૂરજની માતાના મહેલ.
{{Space}}સૂરજની મા! સૂરજની મા! બારે બેસીને તે શું કરે રે,
{{Space}}ઘોડલાંની જોડ, ઘોડલાંની જોડ,
{{Space}}આવે ચડીને તારો બેટડો રે.]
</poem>
ત્યાર પછી વસન્તઋતુની ચંદ્રકલાની સાથે સૂર્યના પ્રણયનું એક રૂપક જોઈએ :
<poem>
{{Space}}ચંદ્રકલા માધવેર કન્યા, મોલિયા દિછેન કેશ,
{{Space}}તાઈ દેખિયા સૂર્ય ઠાકુર ફિરેન નાના દેશ.
{{Space}}ચંદ્રકલા માધવેર કન્યા મેલિયા દિછેન સાડી,
{{Space}}તાઈ દેખિયા સૂર્ય ઠાકુર ફિરેન બાડી બાડી.
{{Space}}ચંદ્રકલા માધવેર કન્યા ગોલ ખાડુઆ પાય,
{{Space}}તાઈ દેખિયા સૂર્ય ઠાકુર બિઆ કરતે ચાય.
{{Space}}[માધવની કન્યા ચંદ્રકળા મોકળા મેલે કેશ,
{{Space}}એ દેખીને સૂરજ રાણો ભમે દેશે દેશ.
{{Space}}માધવની કન્યા ચંદ્રકળા પાલવ મેલે છૂટો,
{{Space}}એ દેખીને સૂરજ રાણો ઘરઘર હીંડે જોતો.
{{Space}}માધવની કન્યા ચંદ્રકળા પહેરે રૂપા-કાંબી,
{{Space}}એ દેખીને સૂરજરાણે વિવાની રઢ માંડી.]
</poem>
{{Poem2Open}}
હવે, વેદનાં સૂક્તોનો અંગ્રેજી ભાષામાં સુંદર તરજૂમો થયો છે, અને આ વ્રતનું જોડકણું તો બાપડું ચાલુ બંગાળી ભાષામાં છે; તેથી કરીને વેદનું સૂક્ત લાગે છે જરા ગંભીર, ને વ્રતનું જોડકણું લાગે છે છોકરાની રમત જેવું! પણ જો એનોયે અંગ્રેજી તરજૂમો કરીએ તો એ બન્નેમાં એક જ વસ્તુ દેખાશે :
Young Moon, daughter of the spring, has untied tresses, and the sun goes seeking her through many lands. Spring’s daughter the young Moon has unfolded her silver robe and the sun peeps into many houses seeking her. The Slender Moon, the Spring’s lovely maiden is wearing the silver anklet, seeing which the Sun seeks her union in marriage.
{{Poem2Close}}
<center>'''પ્રાચીનતા'''</center>
{{Poem2Open}}
પરંતુ તે પરથી કાંઈ એમ ન કહી શકાય કે પુરાણોને તોડીને શાસ્ત્રીય વ્રતો બનાવ્યા છે, તેમ વેદોને છૂંદીને આ ‘મેયેલી વ્રતો’ સરજ્યાં છે, કેમ કે તમામ પ્રાચીન જાતિઓના ઇતિહાસમાં જોઈ શકાય છે કે, શું મિસરમાં, શું મેક્સિકોમાં કે શું ભારતવર્ષમાં, અસલનો માનવી વાયુ, સૂર્ય અને ચંદ્રમા વગેરેની ઉપાસના કરતો હતો. બન્યું છે એવું કે એક તરફથી ભારતવર્ષમાં પ્રવાસી રૂપે આવેલા આર્યોની વ્રતવિધિઓ ચાલતી હતી અને બીજી બાજુ ભારતવર્ષના અસલ નિવાસીઓનાં વ્રતો ચાલતાં હતાં. એકે તપોવનની છાયાનો આશરો લીધો હતો અને બીજાં નદીતટ પરનાં નાનાં ગામડાંના શાન્ત ઝૂંપડામાં રહેતાં. આ પ્રવાસી અને નિવાસી બંને પ્રજાદળની અંદર રહેતી હતી. હિન્દુ જાતિ કે જેણે સમસ્ત દેવતાની અંદર વેદના દેવતાઓને જ વિરાટ દેખ્યા, અને જેમણે ભારતવર્ષની અસલ નિવાસી પ્રજાના હૃદય પર તેઓની સમસ્ત રહેણીકરણી ને વિચારણાની સ્વતંત્ર સ્ફૂર્તિ દબાવી દઈને પોતાના જ આચારવિચારો છાપી દેવાનો આગ્રહ ધરાવ્યો હતો. વેદ ને પુરાણ, અને પુરાણોથીયે પુરાણાં જે આ લોક-વ્રતો, એ બન્ને બે મહાન પ્રજાઓના પ્રાણની મહાકથાઓ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits