કંકાવટી મંડળ 1/કંઠસ્થ વ્રત-સાહિત્ય (‘કંકાવટી’ (મંડળ 1) નો પ્રવેશક : 1927): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 149: Line 149:
ત્યારે બીજો વાર્તાકાર એ જ પ્રસંગને આ રીતે જણાવે છે :
ત્યારે બીજો વાર્તાકાર એ જ પ્રસંગને આ રીતે જણાવે છે :
''ગાય તો હાલી નીકળી છે, પેલે હીંહોરે સીમાડે પૂગી છે, બીજે હીંહોરે ઝાંપે પૂગી છે, ત્રીજે હીંહોરે વાછરુ પાસે પૂગી છે ને ચોથે હીંહોરે ગોરણીઓ પાસે પૂગી છે.''
''ગાય તો હાલી નીકળી છે, પેલે હીંહોરે સીમાડે પૂગી છે, બીજે હીંહોરે ઝાંપે પૂગી છે, ત્રીજે હીંહોરે વાછરુ પાસે પૂગી છે ને ચોથે હીંહોરે ગોરણીઓ પાસે પૂગી છે.''
{{Poem2Close}}
<center>'''સારીમાઠી ઊર્મિઓ'''</center>
{{Poem2Open}}
એવાં એવાં નાજુક કલાવિધાને કરીને નવપલ્લવિત બનતી આ કથાઓ કંઈં કંઈં વર્ષો સુધી અને સહસ્ર સહસ્ર માનવીનાં મુખેથી કહેવાતી આવી છે અને એના શબ્દોની સ્મૃતિ, ઉત્તરોત્તર અખંડિતપણે સચવાતી રહી છે, એના વાક્યોની પાછળ લાખો આર્ય-નારીઓના સારામાઠા ઊર્મિબળનો સંચય થયો છે. તેથી જ એ પ્રત્યેક વાતમાં બળ સિંચાયું છે. ક્રિયાગ્રસ્ત જીવનપ્રવાહને સજીવ કલાદૃષ્ટિના હિલોળા લેવરાવતા લલિતભાવોની સાથોસાથ વહેમગ્રસ્ત સાંકડી મન:સૃષ્ટિ પણ ઊભી થઈ હતી, છતાં અભ્યાસને કારણે એ ગ્રામ્ય શબ્દોની સૂગ ચડાવવી આપણને પાલવશે નહિ. ગ્રામ્ય કણબણને હીરભર્યા ચણિયા ને કસુંબલ ચૂંદડી ઉતરાવી, અમદાવાદી પોશાક પહેરાવવાથી તેનું સૌંદર્ય શી રીતે સમજી શકીએ? અવનીન્દ્ર ઠાકુર બંગીય વ્રત સાહિત્યમાંથી એક દૃષ્ટાંત આપીને સમજાવે છે કે જો આ ગ્રામ્ય અને બાલીશ જણાતી વ્રત-ભાષાનું અંગ્રેજી ભાષાન્તર થાય તો તેમાંથી કોઈ કોઈ વાર વેદનાં સૂક્તો સરખું ગહન ગાંભીર્ય ગુંજી ઊઠે. અન્યત્ર એ દૃષ્ટાંત આપેલું છે.
વાર્તાઓના ભાવનાવિધાનમાં બીજી એક ગૂંથણી નજરે ચડે છે; વ્રતોની વિધિની અને પરિણામની વચ્ચે કોઈ વિલક્ષણ મેળ મેળવાયો છે. ઉદાહરણથી એ સચોટપણે સમજી શકાશે :
(1) વીરપસલીની કથામાં : વ્રતને દિવસે વીરાની વાટ જોઈને બેઠેલી બહેન રેંટિયો ફેરવે છે. ભાઈને આવતો ભાળતાં જ આનંદનો ઉમળકો ચડે છે : ત્રાગ તૂટી જાય છે : બહેનને હૈયે વહેમ પડે છે કે અરેરે! મારા વીરની આવરદા ત્રુટી! લે, ત્રાગડો સાંધીને જ ઊઠું, એટલે વીરની આવરદા પણ સંધાય : પછી તો સાપના કટકાવાળા ઝેરી લાડવાનું ભાથું લઈને ભાઈ ઘેર જવા નીસરે છે : મનમાં થાય છે કે કોઈ નવાણ આવે તો ભાથું ખાવા બેસું! પણ બહેને તો ત્રાગ સાધ્યો હતો ખરો ને, એટલે ભાઈની નજર સામે ચારેય દિશામાં ત્રાગડા ત્રાગડા જ દેખાય, રસ્તો દેખાય જ નહિ! એથી કરીને ભાઈ એ ઝેર ભેળેલું ભોજન જમવા બેસી શક્યો નહિ. દરમિયાનમાં તો બહેને ભાઈને આંબી લીધો.
(2) શીતળાની કથામાં : માતાજી દરેક દુઃખી જીવનો પૂર્વજન્મ ઉકેલે છે તેમાં પણ જીવનની કરણી અને જીવનની ગતિ વચ્ચે સંવાદિત્ત્વ છે :
''વેદવાન બ્રાહ્મણ : ચારેય વેદ કંઠે હતાં : પણ કોઈને સંભળાવ્યા નહિ : વિદ્યા કોઠામાં સમાઈ જઈને સસડી ઊઠી : એટલે આ જન્મે મગરમચ્છ સરજાયો  : ધગધગતી વેળુમાં પડ્યો પડ્યો લોચે છે.''
''બે દેરાણી-જેઠાણીઓ : ખાટી અને મોળી છાશ ભેગી કરીને પાડોશીને દેતી. તેથી આ ભવમાં બે તળાવડીઓ સરજાઈ; બેઉના પાણી પરસ્પર આવે-જાય પણ પંખીયે ઈ પાણી પીએ નહિ!''
''પોતાની ઘંટીએ કોઈને દળવા ન દેનાર સ્ત્રી : મરીને સાંઢડી સરજાઈ : ગળે ઘંટીનું પડ બંધાયું છે. બાર ગાઉની સીમ ભટક્યા જ કરે છે.''
''બે પાડા બાઝ્યા જ કરે છે : કેમ કે પૂર્વભવમાં એ બેઉ ગામ-પટેલો હતા.''
''આંબાના ફળ કોઈ ખાતું નથી : કેમ કે પૂર્વભવમાં એ વાંઝિયો શ્રીમંત હતો : કોઈને દાન-પુણ્ય નહોતું કર્યું.''
{{Poem2Close}}
<center>'''લોકજીવનનું સમાજશાસ્ત્ર'''</center>
{{Poem2Open}}
તેના અમુક અંગો આરસી-શી વ્રતકથાઓમાં પ્રતિબિમ્બિત થઈ રહ્યાં છે. લોકસાહિત્ય અમુક સ્વાર્થી સંબંધોથી સરજાયેલું ન હોવાથી તેમાંનું પ્રત્યેક પ્રતિબિમ્બ તે તે કાળ તથા સ્થળને વફાદાર જ હોવું જોઈએ. દૃષ્ટાંત તરીકે, શ્રાવણિયા સોમવારની કથામાં, પાપિષ્ઠા અપરમાએ નીંભાડામાં સંતાડેલો કુંભારણનો પુત્ર શોધવા જનારા રાજાએ પૂછ્યું : ‘બાઈ બાઈ, તારો નીંભાડો ઉખેળવા દે’. ‘મારો તો સવા લાખનો નીંભાડો હું કેમ ઉખેળવા દઉં?’ ‘લે બાઈ, તારા સવા લાખના નીંભાડા સાટે આ મારી અઢી લાખની હીરાની વીંટી.’ એમ રાજા પણ એ આરોપીને ગુનો પુરવાર થયા પહેલાં હાનિ ન કરી શકે, એવો પવિત્ર આદર્શ મહેકતો હશે. રાજાની રાણીઓ કુંભારણનાં વ્રતને પોતાનાં વ્રત કરતાં પણ ચડિયાતાં સાંભળીને ઈર્ષ્યા નથી કરતી પણ ગાજતેવાજતે અડવાણે પગે ચાલીને કુંભારણનાં વ્રત વધાવવા જાય છે, એમાં પણ રાજત્વનું સ્વરૂપ જોવાય છે. વનડિયાની વાર્તામાં રાણીઓથી પણ જ્યારે દેવળ પરનું સોનાનું ઈંડું ન ચડી શક્યું ત્યારે સતની અવધિ આવી રહી મનાઈ. એટલે કે રાજાની રાણીને શિર તો શિયળની સર્વોપરી નિર્મળતા સેવવાની જવાબદારી હતી. સાથે સાથે ‘ધ્રો આઠમ’ની છેલ્લી કથામાં રાજાને પૂરો બેવકૂફ પણ આલેખ્યો છે. પોતાની રાણીને પ્રસવમાં સાવરણી-સૂંથિયાં આવ્યાં એવું માની લેનારી ગંડુ મનોદશાની ત્યાં ઠેકડી કરવામાં આવી છે.
{{Poem2Close}}
<center>'''રૂઢિમુક્ત સજીવતા'''</center>
{{Poem2Open}}
હવે આચારની ચુસ્તતા સામે પણ જરૂર પડતાં એ સમાજ કેવી છૂટ લેતો હશે તેનું ઉદાહરણ વિચારીએ : સામાન્ય રીતે ધાર્મિકતાનો અતિરેક નિર્જીવ આચારોનું પણ કારાગૃહ સરજે છે. હવે આંહીં જુઓ. પરુષોત્તમ માસની કથામાં, આચારોનું કડક પાલન કરનારો ખુદ બ્રાહ્મણ પણ કહે છે કે : ‘કન્યાના ત્રણ ફેરા આ પોથી સાથે ફેરવી લઈ, ઘરે તેડી જાઉં અને ચોથો ફેરો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લઈશ’.
રૂઢિગ્રસ્ત ગણાતા નારીહૃદયમાં સમાજસુધારણાની આવી મુક્ત લહરી પણ વાતી હશે. એવો જ એક પ્રસંગ ‘વીરપસલી’માં આવે છે; વ્રત કરતી એ અભાગણી પતિત્યક્તા બહેનને, રોજ નાહી દેવતા પર ધૂપ કરી પછી જમવું, એટલો વિધિ કરવાનો હતો; પરંતુ એ સ્નાન કરવા જાય એટલે પાછળથી એની કુટિલ ભોજાઈઓ, ચૂલા માંયલો અગ્નિ ઓલવી નાખે. રોજ બહેનના વ્રતમાં વિઘ્નો નડે. પછી એ બોલી : ‘સારું, માડી! હું હવેથી કટુડિયામાં દેવતા લઈ ને સીમમાં જઈશ, વાછરુના કાનમાં દાણા મેલીશ, વાછરુ સાંભળશે ને વાર્તા કહીશ.’
એક બાજુથી વાર્તા કહેવાની વિધિ આટલી સખત : ‘વાર્તા નો કહીએ તો ઉપવાસ પડે.’
બીજી બાજુથી વાર્તા તો માનવીને બદલે વાછરુને પણ સંભળાવી શકાય. આચારની સખતાઈને આવી ઉદાર રીતે ઢીલી કરી શકાતી. એવો જ પ્રસંગ પુરુષોત્તમ માસની કથામાં છે. વાંઝિયાને ઘેર બ્રાહ્મણો જમવા જવાનું માનતા નથી એટલે વહુ ‘પીપળાને નોતરું દઈ આવે છે’. પશુ પંખી અને વનસ્પતિ વગેરે જીવસમસ્તમાં પોતાના સરખો જ પ્રાણ ધબકતો જોવાની દૃષ્ટિમાંથી જ આવી રૂઢિમુક્ત સજીવતા જન્મતી હશે.
{{Poem2Close}}
<center>'''નિરુપયોગિતાનો શાપ'''</center>
{{Poem2Open}}
સમાજજીવનની હૂબહૂ ભાવના તો શીતળા સાતમમાં સંઘરાયેલી પડી છે. એ નાળિયેર જેવડાં ફળથી લચકતો આંબો, એ મોતી સમાં નિર્મળા નીરે ભરેલી તળાવડીઓ, ને એ બાર ગાઉના સીમાડા ભમતી સાંઢડી : તમામનો વેદના-સૂર એ જ છે કે ‘શા માટે સમાજમાં કોઈ અમારી સમૃદ્વિનો ઉપયોગ નથી કરતું?’ નિરુપયોગી પડ્યા રહેવામાં હીન ભાગ્ય માનવાનો એ આદર્શ છે. ને ત્યાર પછી આવે છે સામાજિક પાપો અને તેની સજાનું વર્ણન : સમાજને શાસ્ત્રો ન સંભળાવનાર વિદ્વાન બ્રાહ્મણ, છાશમાં દગો કરનાર દેરાણી-જેઠાણી, અન્યને પોતાની ઘંટીએ દળવા ન દેનાર નારી, પરસ્પર કલહ કરનાર ગામ-પટેલો, સખાવત ન કરનારો સંતતિહીન શ્રીમંત, એ બધાં દુર્ગતિને પાત્ર ઠર્યાં, કેમ કે તેઓએ તે કાળની સામાજિક જવાબદારીઓ અદા ન કરી. એટલે કે તે સમયની સમાજરચનામાં પાડોશીધર્મ પ્રાણરૂપે હશે.
{{Poem2Close}}
<center>'''કુમારિકાઓનાં વ્રતો'''</center>
{{Poem2Open}}
એ તો જાણે કે વ્રતો નથી, પણ વર્ષોવર્ષ, ઋતુના રંગ અનુસાર, નાની કન્યાઓની સાથે રમવા આવતી તેવતેવડી સહિયરો છે. માનવદેહ ધરીને કુદરતવાર જ કુમારિકાઓના ઉલ્લાસ કવિતારૂપે પ્રકટ થાય છે. એ કુમારિકા-વ્રતોનું સાદામાં સાદું એક સ્વરૂપ લઈએ; કોઈ પણ સાંજરે નાની કન્યાઓ રમવા નીસરે, એમાંની જે કન્યા પહેલવહેલું ચાંદરડું આકાશમાં ઉદય પામતું નિહાળે, તે તરત જ હાથની કલ્પિત કંકાવટી કરી, કલ્પિત છાંટા ઉરાડી સૂત્ર સમું જોડકણું બોલવા લાગે :
{{Poem2Close}}
<poem>
{{Space}}પે’લું ચાદરડું મેં પૂજ્યું
{{Space}}પછી મારા વીરે પૂજ્યું,
{{Space}}આભલાં ડાભલાં
{{Space}}સોનાનાં બે ગાભલાં
{{Space}}કૂરડીમાં સાકર
{{Space}}ભાઈ બાપ ઠાકર
{{Space}}દરિયામાં દીવો
{{Space}}ભાઈ બાપ જીવો
{{Space}}સૂડી વચ્ચે સોપારી
{{Space}}મારો ભાઈ વેપારી
{{Space}}ધાન ખાઉં ધૂળ ખાઉં
{{Space}}ભાઈ ઉપરથી ઘોળી જાઉં.
</poem>
<center>'''પશુપ્રેમ'''</center>
{{Poem2Open}}
બસ! વર્ષની ત્રણસો ને સાઠ સંધ્યાઓનું એક અમર વ્રત ચાલુ થઈ ગયું. એક બાજુ પ્રકૃતિનું પૂજન ને બીજી બાજુ કૌટુમ્બિક પ્રીતિ : આભનો તારો, દરિયાનો કોઈ દીવો અને પોતાનો ભાઈ : એ ત્રણેય વચ્ચે કંઈક અગમ્ય સામ્યની દૃષ્ટિ : અને સહુ ઊર્મિની ટોચે કુટુંબ માથેથી ન્યોછાવર થઈ જવાની બલિદાનવૃત્તિ એનો સમુચ્ચય એટલે વ્રત! એવું જ વ્રત આંબરડા-ફોફરડાનું, પોષી પૂનમનું કે તુલસીવ્રતનું. કન્યા સમજણી થાય કે તરત જ કાર્તિકના શુક્લ પક્ષની વહેલી પરોઢે, છતે ચાંદરડે, ઠંડા પાણીનું સ્થાન કરી, અંધારામાં ને અંધારામાં ચાર નાનાં ફળો લઈ દેવમંદિરે દોડે, અને સાથિયા કરતી કરતી પશુજીવનની ભાવપ્રદ કલ્પનાનું જોડકણું ગુંજવા લાગે :
{{Poem2Close}}
<poem>
{{Space}}ગાય રે ગા
{{Space}}તું મોરી મા
{{Space}}નત નત ડુંગરે ચરવા જા
{{Space}}ચરી કરી પાછી વળી
{{Space}}ગંગાજી પાણી પીવા ગઈ
{{Space}}સામે મળિયો સિંહ ને વાઘ
{{Space}}વાઘ કે’ મા તને ખાઉં
{{Space}}ના રે, ભાઈ, મને નો ખવાય
{{Space}}મારા છાણનો ચોકો થાય
{{Space}}મારા ઘીનો દીવો બળે
{{Space}}મારું દૂધ મહાદેવને ચડે<ref>‘આંબરડા-ફોફરડા’ વ્રતની અંદર આ પછીની આડંબરી અને કઠોર વૈરાગ્યભરી પંક્તિઓ અર્થશૂન્ય અને અસંબદ્ધ લાગે છે. પેસી ગઈ હશે!</ref>
</poem>
{{Poem2Open}}
પશુઓ પ્રત્યેની પ્રત્યુપકારબુદ્ધિ, જીવનની વિશુદ્ધિ અને કિલ્લોલ કરતી તિતિક્ષા : એ બધું સ્વંયપ્રેરિત; કશું બલાત્કારમાંથી ઉદ્ભવેલું નહિ. મોળાકત, અહલીપહલી ઇત્યાદિ કુમારિકા-વ્રતોમાં પણ એ જ કૌટુમ્બિક ભાવના ને એવી કાવ્યમય કલ્પના વિલસી રહી છે. મોળાકત તો ‘ગૌરી’નું-ગોર્યનું વ્રત છે. પણ ‘ગોર્યમા’ની એ બાળકલ્પનામાં કશું ભયંકર ઠાઠભર્યું કે કઠોર તત્ત્વ નથી. ‘ગોર્યમા’ તો જાણે કોઈ ફોસલાવી શકાય, ખોળામાં રમી શકાય ને અંતર ખોલીને જેની કનેથી —
{{Poem2Close}}
<poem>
{{Space}}કંથ દેજો કહ્યાગરો
{{Space}}નણંદ દેજો સાહેલડી
{{Space}}સાસુ દેજો ભુખાળવાં
{{Space}}સસરો દેજો સવાદિયા
</poem>
{{Poem2Open}}
— એ બક્ષિસો માગી શકાય તેવાં બાળાભોળાં જ કલ્પાયાં છે.
{{Poem2Close}}
<center>'''કઠોર રેખા ભૂંસી'''</center>
{{Poem2Open}}
એટલું જ બસ નથી. જ્યારે જ્યારે પૌરાણિક વ્રતને પણ આ કુમારિકાઓનાં લોક-વ્રતોમાં પેસી ગયેલું આપણે જોઈએ છીએ ત્યારે પણ લોકકવિએ એ વ્રતની અસલની તમામ કઠોર રેખાઓને ભૂંસી નાખી, ફળ અને શિક્ષાના અતિશયોક્તિભર્યા ભયાનક ખ્યાલો અળગા મેલી, પાંડિત્યની બધી પરડ ચૂંટી કાઢી, પોતાના કલ્પનાના કોમલ સ્પર્શ વડે સૌમ્ય સ્વરૂપ ઘડી કાઢ્યું છે. ‘તુલસી-વ્રત’ લ્યો. તુલસી-વ્રત એટલે કાર્તિક સુદ એકાદશી, દેવદિવાળી. ‘વ્રતરાજ’માંનું એનું પૌરાણિક વર્ણન અસહ્ય થઈ પડે તેવું છે. હવે એને લોકકન્યાઓએ કેવી રીતે સાદું બનાવી કાઢ્યું? તુલસીને જેમ શ્રીકૃષ્ણ સરીખો સ્વામી મળ્યો, તેમ મને પણ મળો, સંસારમાં હું સામાન્યપણે સુખી રહું, એટલી જ સાદી સરળ વાંછનાથી પ્રેરાઈને કન્યા કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits