કંકાવટી મંડળ 1/કાંઠા ગોર્ય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાંઠા ગોર્ય|}} {{Poem2Open}} [નદીને તીરે ગૌરીની માટીની પ્રતિમા બના...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 40: Line 40:
જ્યાં ઘેરે આવે ત્યાં તો,
જ્યાં ઘેરે આવે ત્યાં તો,
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
::ભાયડો દરબારમાં રિયો છે,
::દીકરો દુકાને રિયો છે,
::વહુ પી’ર રહી છે,
::દીકરી સાસરે રહી છે,
::ગા ગોંદરે રહી છે,
::ભેંસ સીમમાં રહી છે,
::ઘૂમતું વલોણું મટી ગ્યું,
::ઝૂલતું પારણું મટી ગ્યું,
::લાલ ટીલી મટી ગઈ,
::કાખમાં ગગો મટી ગ્યો,
::વાડ્યે વછેરા મટી ગ્યા,
::પરોળે પાડા મટી ગ્યા,
::ગોર્ય માના શરાપ લાગ્યા.
</poem>
‘બાઈ બાઈ બેન, હવે હું શું શું કરું?’
<poem>
::‘હવે ધૂપ લાવ્ય, દીપ લાવ્ય
::અબીલ લાવ્ય, ગુલાલ લાવ્ય,
::નિવેદ લાવ્ય, ફૂલ લાવ્ય.
::ચાલ્ય, આપણે ગોર્ય માની પૂજા કરીએ.
::ચાલ્ય, આપણે ગોર્ય માને મનાવીએ.’
</poem>
{{Poem2Open}}
એણે તો છાબડીમાં ફૂલ લીધાં છે. થાળમાં કંકુ લીધાં છે. સાત શ્રીફળ લીધાં છે. સાત સાહેલી ભેગી કરી છે. ગાતી ગાતી ગોર્યમાને પૂજવા જાય છે. સાસુને તો સાથે લીધાં છે.
{{Poem2Close}}
<poem>
::સાસુ પૂજે તો ગોર્ય મા સવળાં થાય,
::ને વહુ પૂજે તો ગોર્ય મા અવળાં થાય.
::‘માતાજી; મારો અપરાધ માફ કરો.
::છોરુ કછોરુ થાય, માવતર કમાવતર થાય નહિ.
::મોભનાં પાણી નેવે ઊતરે, નેવાંનાં મોભે ચડે નહિ.’
</poem>
{{Poem2Open}}
ગોર્ય તો સામું જોઈને બેઠાં છે. બાઈએ તો પૂજા કરી છે. ગાજતે વાજતે ઘરે આવ્યાં છે. ત્યાં તો —
{{Poem2Close}}
<poem>
::ધણી દરબારમાંથી આવ્યો છે,
::દીકરો નિશાળેથી આવ્યો છે,
::દીકરી સાસરેથી આવી છે,
::વહુ પી’રથી આવી છે.
::ગા ગોંદરેથી આવી છે.
::ભેંસ સીમાડેથી આવી છે.
::ઘૂમતું વલોણું થઈ રિયું છે,
::ઝૂલતું પારણું થઈ રિયું છે,
::લાલ ટીલી થઈ રહી છે.
::કાખમાં ગગો થઈ રયો છે.
::વાડે વછેરા થઈ રયા છે,
::પરોળે પાઠા થઈ રયા છે,
::હે માતાજી! સત તમારાં,
::ને વ્રત અમારાં.
</poem>
26,604

edits