કંસારા બજાર/પાણી એટલે?

પાણી એટલે?

એક દરિયાઈ પંખી,
ખબર નહીં, એને શું થયું,
કે એણે ધીમેથી પાંખો સંકોરી લીધી,
અને દરિયાનાં મોજાં સાથે ભળી ગયું.
ખડક સાથે અથડાઈને.
ફીણ ફીણ થતાં એ પંખીને હું જોઈ રહી,
જળસૃષ્ટિ ૫૨ આખું જીવન ઊડતા રહેવા છતાં
જળને ઓળખી ન શકનાર એ પંખીએ.
શું આજે જાણી લીધાં હશે, જળને?
હું ઊભી થઈને, દરિયાના પાણીનો
ખોબો ભરી
એક ઘૂંટ, ગળા નીચે ઉતારું છું.