કાવ્યમંગલા/વેરણ મીંદડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વેરણ મીંદડી|}} <poem> :::આદમ, તને મીંદડી રે :::: મધરાતે વેરણ થઈ, ::: આદમ, તને મીંદડી વેરણ થઈ. ધ્રુવ * પીંજવા આણ્યું બે મણ રૂ ને કપાસિયા મહીં ખૂબ, ઉંદરભાઈ તે ખાવા રાતરે આવ્યા ધૂબાધૂબ, :::: શ...")
 
(પ્રૂફ)
 
Line 5: Line 5:
:::આદમ, તને મીંદડી રે  
:::આદમ, તને મીંદડી રે  
:::: મધરાતે વેરણ થઈ,
:::: મધરાતે વેરણ થઈ,
::: આદમ, તને મીંદડી વેરણ થઈ. ધ્રુવ *
::: આદમ, તને મીંદડી વેરણ થઈ. ધ્રુવ

પીંજવા આણ્યું બે મણ રૂ ને કપાસિયા મહીં ખૂબ,
પીંજવા આણ્યું બે મણ રૂ ને કપાસિયા મહીં ખૂબ,
ઉંદરભાઈ તે ખાવા રાતરે આવ્યા ધૂબાધૂબ,
ઉંદરભાઈ તે ખાવા રાતરે આવ્યા ધૂબાધૂબ,
:::: શી ઘરમાં દોટંદોટા થઈ. આ *
:::: શી ઘરમાં દોટંદોટા થઈ. આ
 
છાપરામાંથી કાણું કરી ત્યાં આવ્યાં બિલ્લીબાઈ,
છાપરામાંથી કાણું કરી ત્યાં આવ્યાં બિલ્લીબાઈ,
જાળવી માર્યો ભૂસકો તો યે પડી પથારીમાંહિ,
જાળવી માર્યો ભૂસકો તો યે પડી પથારીમાંહિ,
:::: પીંજારણ કૂદવા લાગી ગઈ. આ *
:::: પીંજારણ કૂદવા લાગી ગઈ. આ

દીવાસળીનું ઠેકાણું ન મળે, દીવામાં દીવેટ નહિ.
દીવાસળીનું ઠેકાણું ન મળે, દીવામાં દીવેટ નહિ. ૧૦
આદમ બાપડો રતાંધળો, ને પીંજારણ તો રઘવાઈ. આ *
આદમ બાપડો રતાંધળો, ને પીંજારણ તો રઘવાઈ.  
:::: નાનો ત્યારે અલિયો ઉઠ્યો ધાઈ. આ *
:::: નાનો ત્યારે અલિયો ઉઠ્યો ધાઈ. આ

અલિયે ઉઠી લાકડી લીધી, દોડ્યો રસોડા મેર,
અલિયે ઉઠી લાકડી લીધી, દોડ્યો રસોડા મેર,
ચાર પૈસાની હાંડલી આણી મેલી’તી ચૂલાની બેડ,
ચાર પૈસાની હાંડલી આણી મેલી’તી ચૂલાની બેડ,
:::: અલિયાએ લાકડી ત્યાં ઘુમાઈ. આ *
:::: અલિયાએ લાકડી ત્યાં ઘુમાઈ. આ

ઉંદર નાઠા, બિલ્લી નાઠી, સમકારો જ્યાં કીધો,
ઉંદર નાઠા, બિલ્લી નાઠી, સમકારો જ્યાં કીધો,
બેડ ઉપરની હાંડલી ઉપર અલિયે ફટકો દીધો,
બેડ ઉપરની હાંડલી ઉપર અલિયે ફટકો દીધો,
:::: બિચારી હાંડલી ભાંગી ગઈ. આ *
:::: બિચારી હાંડલી ભાંગી ગઈ. આ

હાંડલી ભાંગી, ઘર તો ભાંગ્યું. વાસણ ન રહ્યું કાંઇ,
હાંડલી ભાંગી, ઘર તો ભાંગ્યું. વાસણ ન રહ્યું કાંઈ,
કાલ શું મેલવું રાંધવા વાસણ ચિત્તમાં ચિંતા થઈ,
કાલ શું મેલવું રાંધવા વાસણ ચિત્તમાં ચિંતા થઈ, ૨૦
:::: આદમને નિંદરા વેરણ થઈ. આ *
:::: આદમને નિંદરા વેરણ થઈ. આ

(૫ સપ્ટેમ્બર, ૧૯૩૧)
(૫ સપ્ટેમ્બર, ૧૯૩૧)

Latest revision as of 01:41, 23 November 2023

વેરણ મીંદડી

આદમ, તને મીંદડી રે
મધરાતે વેરણ થઈ,
આદમ, તને મીંદડી વેરણ થઈ. ધ્રુવ ૦

પીંજવા આણ્યું બે મણ રૂ ને કપાસિયા મહીં ખૂબ,
ઉંદરભાઈ તે ખાવા રાતરે આવ્યા ધૂબાધૂબ,
શી ઘરમાં દોટંદોટા થઈ. આ ૦

છાપરામાંથી કાણું કરી ત્યાં આવ્યાં બિલ્લીબાઈ,
જાળવી માર્યો ભૂસકો તો યે પડી પથારીમાંહિ,
પીંજારણ કૂદવા લાગી ગઈ. આ ૦

દીવાસળીનું ઠેકાણું ન મળે, દીવામાં દીવેટ નહિ. ૧૦
આદમ બાપડો રતાંધળો, ને પીંજારણ તો રઘવાઈ.
નાનો ત્યારે અલિયો ઉઠ્યો ધાઈ. આ ૦

અલિયે ઉઠી લાકડી લીધી, દોડ્યો રસોડા મેર,
ચાર પૈસાની હાંડલી આણી મેલી’તી ચૂલાની બેડ,
અલિયાએ લાકડી ત્યાં ઘુમાઈ. આ ૦

ઉંદર નાઠા, બિલ્લી નાઠી, સમકારો જ્યાં કીધો,
બેડ ઉપરની હાંડલી ઉપર અલિયે ફટકો દીધો,
બિચારી હાંડલી ભાંગી ગઈ. આ ૦

હાંડલી ભાંગી, ઘર તો ભાંગ્યું. વાસણ ન રહ્યું કાંઈ,
કાલ શું મેલવું રાંધવા વાસણ ચિત્તમાં ચિંતા થઈ, ૨૦
આદમને નિંદરા વેરણ થઈ. આ ૦

(૫ સપ્ટેમ્બર, ૧૯૩૧)