કાવ્યમંગલા/વેરણ મીંદડી

From Ekatra Wiki
Revision as of 07:55, 15 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વેરણ મીંદડી|}} <poem> :::આદમ, તને મીંદડી રે :::: મધરાતે વેરણ થઈ, ::: આદમ, તને મીંદડી વેરણ થઈ. ધ્રુવ * પીંજવા આણ્યું બે મણ રૂ ને કપાસિયા મહીં ખૂબ, ઉંદરભાઈ તે ખાવા રાતરે આવ્યા ધૂબાધૂબ, :::: શ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વેરણ મીંદડી

આદમ, તને મીંદડી રે
મધરાતે વેરણ થઈ,
આદમ, તને મીંદડી વેરણ થઈ. ધ્રુવ *

પીંજવા આણ્યું બે મણ રૂ ને કપાસિયા મહીં ખૂબ,
ઉંદરભાઈ તે ખાવા રાતરે આવ્યા ધૂબાધૂબ,
શી ઘરમાં દોટંદોટા થઈ. આ *
છાપરામાંથી કાણું કરી ત્યાં આવ્યાં બિલ્લીબાઈ,
જાળવી માર્યો ભૂસકો તો યે પડી પથારીમાંહિ,
પીંજારણ કૂદવા લાગી ગઈ. આ *

દીવાસળીનું ઠેકાણું ન મળે, દીવામાં દીવેટ નહિ.
આદમ બાપડો રતાંધળો, ને પીંજારણ તો રઘવાઈ. આ *
નાનો ત્યારે અલિયો ઉઠ્યો ધાઈ. આ *

અલિયે ઉઠી લાકડી લીધી, દોડ્યો રસોડા મેર,
ચાર પૈસાની હાંડલી આણી મેલી’તી ચૂલાની બેડ,
અલિયાએ લાકડી ત્યાં ઘુમાઈ. આ *

ઉંદર નાઠા, બિલ્લી નાઠી, સમકારો જ્યાં કીધો,
બેડ ઉપરની હાંડલી ઉપર અલિયે ફટકો દીધો,
બિચારી હાંડલી ભાંગી ગઈ. આ *

હાંડલી ભાંગી, ઘર તો ભાંગ્યું. વાસણ ન રહ્યું કાંઇ,
કાલ શું મેલવું રાંધવા વાસણ ચિત્તમાં ચિંતા થઈ,
આદમને નિંદરા વેરણ થઈ. આ *

(૫ સપ્ટેમ્બર, ૧૯૩૧)