કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૧. પ્રતિપદાનો ચંદ્ર

Revision as of 07:12, 14 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. પ્રતિપદાનો ચંદ્ર|ઉશનસ્}} <poem> કોક રસિયા હોઠની જાણે મરડ, શી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૧. પ્રતિપદાનો ચંદ્ર

ઉશનસ્

કોક રસિયા હોઠની જાણે મરડ,
શી રેખ ઊગી ચંદ્રની બાંકી બરડ!
કોર કાઢી પાતળી રેખામય
બ્હાર આવે ગર્ભ કો તેજોમય!
આકાશને ઈંડે પડી ઝીણી તરડ!

૨૮-૧૧-૫૪

(સમસ્ત કવિતા, પૃ. ૧૯૮)