કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૦. બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 26: Line 26:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, ‘વ્યાકુલ વૈષ્ણવ’માંથી પૃ. ૫૭૯-૫૮૦)}}
{{Right| (સમસ્ત કવિતા, ‘વ્યાકુલ વૈષ્ણવ’માંથી પૃ. ૫૭૯-૫૮૦)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૯. દહાડિયાની ઉક્તિ|૩૯. દહાડિયાની ઉક્તિ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૧. તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી!|૪૧. તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી!]]
}}

Latest revision as of 08:37, 7 September 2021

૪૦. બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...

ઉશનસ્

બાઈ રે, જરીક જ વધુ જો વેઠે,

આ રહ્યું એનું મકાન ઢૂંકડું
અહીં આગળ તરભેટે,
જ્યાં તારી ધીરજ ખૂટી ને,
ત્યાંથી જરીક જ છેટે.          — બાઈ રેo

થોડુંક ચાલી નાખ વધારે,
આટલું તો એટલડું;
અહીં તું મૂળગું ખોય, શોચ કે
ત્યાં પામે કેટલડું?
કહ્યું કરે ના પાય તોય જો
કાયા ઘસડતી પેટે.          — બાઈ રેo

એ ગમથી આવ્યા છે વાવડ :
એ પણ ઊતરી હેઠો
ઝરૂખડેથી પથતરુ છાંયે
રાહ નિહાળત બેઠો,
બે ડગ આગળ આવી એ પણ
કેમ તને નહીં ભેટે?          — બાઈ રેo

૧૨-૧૧-૬૮

(સમસ્ત કવિતા, ‘વ્યાકુલ વૈષ્ણવ’માંથી પૃ. ૫૭૯-૫૮૦)