કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૦. બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 26: | Line 26: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, ‘વ્યાકુલ વૈષ્ણવ’માંથી પૃ. ૫૭૯-૫૮૦)}} | {{Right| (સમસ્ત કવિતા, ‘વ્યાકુલ વૈષ્ણવ’માંથી પૃ. ૫૭૯-૫૮૦)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૯. દહાડિયાની ઉક્તિ|૩૯. દહાડિયાની ઉક્તિ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૧. તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી!|૪૧. તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી!]] | |||
}} |
Latest revision as of 08:37, 7 September 2021
૪૦. બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...
ઉશનસ્
બાઈ રે, જરીક જ વધુ જો વેઠે,
આ રહ્યું એનું મકાન ઢૂંકડું
અહીં આગળ તરભેટે,
જ્યાં તારી ધીરજ ખૂટી ને,
ત્યાંથી જરીક જ છેટે. — બાઈ રેo
થોડુંક ચાલી નાખ વધારે,
આટલું તો એટલડું;
અહીં તું મૂળગું ખોય, શોચ કે
ત્યાં પામે કેટલડું?
કહ્યું કરે ના પાય તોય જો
કાયા ઘસડતી પેટે. — બાઈ રેo
એ ગમથી આવ્યા છે વાવડ :
એ પણ ઊતરી હેઠો
ઝરૂખડેથી પથતરુ છાંયે
રાહ નિહાળત બેઠો,
બે ડગ આગળ આવી એ પણ
કેમ તને નહીં ભેટે? — બાઈ રેo
૧૨-૧૧-૬૮
(સમસ્ત કવિતા, ‘વ્યાકુલ વૈષ્ણવ’માંથી પૃ. ૫૭૯-૫૮૦)