કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૨. પૃથ્વી, પૂર્ણતા તરફ ગતિમાં!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
Line 21: Line 21:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, ‘પૃથ્વીગતિનો છંદોલય’ સૉનેટમાળામાંથી, પૃ. ૭૩૫-૭૩૬)}}
{{Right| (સમસ્ત કવિતા, ‘પૃથ્વીગતિનો છંદોલય’ સૉનેટમાળામાંથી, પૃ. ૭૩૫-૭૩૬)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૧. તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી!|૪૧. તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી!]]
|next = [[કાવ્ય-આચમન  શ્રેણી – ઉશનસ્/૪૩. કવિની કેફિયત|૪૩. કવિની કેફિયત]]
}}

Latest revision as of 08:37, 7 September 2021

૪૨. પૃથ્વી, પૂર્ણતા તરફ ગતિમાં!

ઉશનસ્

અદીઠાં બ્રહ્માંડો તરફ ક્ષિતિ આ ઊપડી જતી;
અને આવી રીતે ઊપડી જવું, આ આગળ ગતિ,
સદા આગે આગે અવિરત અજાણ્યા ધ્રુવ પ્રતિ;
અરે, એથી સ્તો આ ધરતી નિત પુષ્પો ખીલવતી.

અરે, એથી સ્તો આ ધરતી પરની જીવનકૃતિ
કળી પેઠે ખૂલે દલ દલ કરી પૂર્ણ કુસુમે,
ગતિ છે તો છંદોલય-નરતને ભૂ રૂમઝૂમે,
અપૂર્ણાંવસ્થા, તો ગતિ; અટકવું તો ઉપરતિ;

ગતિ આ આકાશી ચિતિ મહીં, નવાં સાહસ ભણી,
નવા દ્યૌસંઘર્ષો થકી નવલ સંવાદ સુષમા —
ભણી; જીવી લેવું જીવન મળ્યું ને પૂર્ણપણમાં;
બધુંયે સ્વીકારી; શુભ-અશુભ; ના કૈં અવગણી;

ધરાપે સાતેયે વરસ ખીલ્યું તે મેઘધનુષ
ખભે લૈ — જાણે કે હળ લઈ — ખડો કૃષ્ટિપુરુષ!

(સમસ્ત કવિતા, ‘પૃથ્વીગતિનો છંદોલય’ સૉનેટમાળામાંથી, પૃ. ૭૩૫-૭૩૬)