કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૬. મને ઇચ્છાઓ છે: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૪૬. મને ઇચ્છાઓ છે|ઉશનસ્}} <poem> મને ઇચ્છાઓ છેઃ શત વખત જાહેર કહ્...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 23: Line 23:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૮૯૭)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૮૯૭)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી - ઉશનસ્/૪૫. વેદના એ તો વેદ|૪૫. વેદના એ તો વેદ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૭. સર્વં પ્રિયે! મધુર કૈંક વધુવસંતે|૪૭. સર્વં પ્રિયે! મધુર કૈંક વધુવસંતે]]
}}

Latest revision as of 08:40, 7 September 2021

૪૬. મને ઇચ્છાઓ છે

ઉશનસ્

મને ઇચ્છાઓ છેઃ શત વખત જાહેર કહ્યું મેં;
હું ઇચ્છારૂપે તો કુસુમથી ખચ્યા વૃક્ષ સરખો
કશા અંતઃસ્ફોટે ધ્વનિત, જીવવું તો જ લહ્યું મેં,
ઋતુનો તો, મારા પર અનુભવું ચાલુ ચરખો;

મને ઇચ્છા, એની શરમ નથી; આવે રમણીયે
બહુવર્ણાં-ગંધા, વિવિધરસ સ્પર્શસ્વર ભર્યા
સુનિર્મ્યા વિશ્વે શું કશું જ મુજને થાય ન હિયે?
પછી તો શો ભેદ પ્રગટ, અહીં જીવ્યા ‘ગર મર્યાં?

મટોડીનું હું તો અસલ પ્રથમી રોડું, બીજથી
ભરેલું છું, ખેડ્યા વગરનું અને કાચું ઊખડ્યું
વીત્યા જન્મારામાં અહીંતહીં બધે ઠેસ રખડ્યું,
હું શિલ્પાઉં સંગેમરમર શી ક્યાં સખ્ત ચીજથી?

હું પૃથ્વી, ના મારે ભવલયથી છૂટી, સરી જવું,
હું માણું જન્મોમાં ઋતુપુલક, ફૂટી ખરી જવું.

૧૯૮૭

(સમસ્ત કવિતા, પૃ. ૮૯૭)