કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૮. શિશિર તડકો ને મારું મન: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૮. શિશિર તડકો ને મારું મન| ઉશનસ્}} <poem> પરોઢે પ્રાચીમાં શિશિર...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 20: Line 20:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૧૫૯-૧૬૦)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૧૫૯-૧૬૦)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૭. રામની વાડીએ|૭. રામની વાડીએ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૯. દિવાળીની રજામાં વતન તરફ|૯. દિવાળીની રજામાં વતન તરફ]]
}}

Latest revision as of 13:16, 6 September 2021

૮. શિશિર તડકો ને મારું મન

ઉશનસ્

પરોઢે પ્રાચીમાં શિશિર રવિનું આદ્યકિરણ
ફૂટે ત્યાં મારું આ રજનીભર ગોંધાયેલું મન
ગઢોંને ઠેકીને છટકી જતું ઓ શૈલશિખરે
પડે તડ્કા-તંબૂ સહુ પ્રથમ જેની અણીપરે;
ભ્રમંતા આકાશે પ્રથમ-રવિને તાપ કુમળે
બનેલી સોનાની વિહગતણી પાંખે વિલસતું;
બધાંથી ઊંચેરા તરુપરણ ટોચે ચળકતું,
શિયાળુ તડ્કાની સગડી જ્યહીં ધીમી ધીમી બળે;
હવે એ મેદાનો પર વિહગની જેમ ઊતરે;
ફુવારા થૈ ઊડે રવિસમ બીડે ઝાકળ મહીં,
સૂએ આળોટે આતપભભૂતમાં રાસભ થઈ;
ફરંતા ભાનુ શું સૂરજમુખી મારું મન ફરે;
અહો, તડ્કે નાખ્યું મન સૂકવવા — સૂરજભણી,
ઝગારા મારી ર્હે રવિરસ પી મારો મનમણિ.

૨૯-૧૨-૫૯

(સમસ્ત કવિતા, પૃ. ૧૫૯-૧૬૦)