કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૯. દિવાળીની રજામાં વતન તરફ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯. દિવાળીની રજામાં વતન તરફ|ઉશનસ્}} <poem> '''૧. ગાડીમાં''' ઝંખી રહું...")
 
No edit summary
Line 20: Line 20:


'''૨. ઘેર જતાં જ'''
'''૨. ઘેર જતાં જ'''
જ્યાં કાઢું જઈ હું પથ પીઢ વેશ,
જ્યાં કાઢું જઈ હું પથ પીઢ વેશ,
રે ઊતરે વયનું વેષ્ટન સંગ સંગ!
રે ઊતરે વયનું વેષ્ટન સંગ સંગ!

Revision as of 06:12, 14 July 2021

૯. દિવાળીની રજામાં વતન તરફ

ઉશનસ્

૧. ગાડીમાં
ઝંખી રહું વતન પ્રાવૃષના પછીથી;
આ વેળ ઘેર જઈને કરવા દિવાળી
તલ્પી રહેલ જીવ ભાંડુજનોની વચ્ચે
આ વ્યોમ છત્રની તળે ઘરની ઉપાધિ
વેંઢારી કૈંક વરસો સુધી એકધારી,
હાવાં જવું છ શિશુ થૈ શિરછત્ર નીચે;
હું-ગાડીમાં, મન પવંનની પાવડીમાં
પ્હોંચી જવું વતન મારીય મોર — સીમે
પંજેટી શી ખૂંદી રહે કૃષિ ખેતરોની;
વર્ષા વીતેલ હમણાં જ — હજી નિશાનીઃ

ભીંતો ભીની, જલપ્રવાહથી શેરીઓના
ખોદાયલા હજી પથો, ટપકેલ નેવે
ખોદાઈ આંગણું-લીંપેલ ગયું નિહાળું,
જોઈ રહું વતનનું તન ઓઘરાળું.

૨. ઘેર જતાં જ
જ્યાં કાઢું જઈ હું પથ પીઢ વેશ,
રે ઊતરે વયનું વેષ્ટન સંગ સંગ!
કૂણાં બધાં બની જતાં પરિપક્વ અંગ!
પાયે છડા ઝણકતા — શિર સ્નિગ્ધકેશ!
આધેડ ઉમ્મર છતાં રમું શૈશવે હું!
ઝીલી રહું શરદમાંય અષાઢ હેલી!
નેવાં નીચે મચવું હું જલધાર કેલી!
માનું નહીં જનનીનું કશુંયે કહેવું.

એ બાલ્ય જો ફરી મળે બસ એક વાર,
કો બાળી દે પટનું જે પડ મેં ઉતાર્યું,
વા પ્હેરી કોઈ તન લે, નવ તો ઉતારું;
આપી દઉં ઉપરથી મુજ શેષ કાળ.
ઝંખું દિવાળી વીજત્રસ્ત હું કોડિયાળી
ગોખે-કૂંડે તુલસીને દીપ સ્નિગ્ધવાળી.

૧૬-૧૦-૫૯

(સમસ્ત કવિતા, પૃ. ૧૬૯)