કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૯. દિવાળીની રજામાં વતન તરફ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯. દિવાળીની રજામાં વતન તરફ|ઉશનસ્}} <poem> '''૧. ગાડીમાં''' ઝંખી રહું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 20: | Line 20: | ||
'''૨. ઘેર જતાં જ''' | '''૨. ઘેર જતાં જ''' | ||
જ્યાં કાઢું જઈ હું પથ પીઢ વેશ, | જ્યાં કાઢું જઈ હું પથ પીઢ વેશ, | ||
રે ઊતરે વયનું વેષ્ટન સંગ સંગ! | રે ઊતરે વયનું વેષ્ટન સંગ સંગ! | ||
Line 40: | Line 39: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૧૬૯)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૧૬૯)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૮. શિશિર તડકો ને મારું મન|૮. શિશિર તડકો ને મારું મન]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૦. ભગવાન આપો|૧૦. ભગવાન આપો]] | |||
}} |
Latest revision as of 13:17, 6 September 2021
ઉશનસ્
૧. ગાડીમાં
ઝંખી રહું વતન પ્રાવૃષના પછીથી;
આ વેળ ઘેર જઈને કરવા દિવાળી
તલ્પી રહેલ જીવ ભાંડુજનોની વચ્ચે
આ વ્યોમ છત્રની તળે ઘરની ઉપાધિ
વેંઢારી કૈંક વરસો સુધી એકધારી,
હાવાં જવું છ શિશુ થૈ શિરછત્ર નીચે;
હું-ગાડીમાં, મન પવંનની પાવડીમાં
પ્હોંચી જવું વતન મારીય મોર — સીમે
પંજેટી શી ખૂંદી રહે કૃષિ ખેતરોની;
વર્ષા વીતેલ હમણાં જ — હજી નિશાનીઃ
ભીંતો ભીની, જલપ્રવાહથી શેરીઓના
ખોદાયલા હજી પથો, ટપકેલ નેવે
ખોદાઈ આંગણું-લીંપેલ ગયું નિહાળું,
જોઈ રહું વતનનું તન ઓઘરાળું.
૨. ઘેર જતાં જ
જ્યાં કાઢું જઈ હું પથ પીઢ વેશ,
રે ઊતરે વયનું વેષ્ટન સંગ સંગ!
કૂણાં બધાં બની જતાં પરિપક્વ અંગ!
પાયે છડા ઝણકતા — શિર સ્નિગ્ધકેશ!
આધેડ ઉમ્મર છતાં રમું શૈશવે હું!
ઝીલી રહું શરદમાંય અષાઢ હેલી!
નેવાં નીચે મચવું હું જલધાર કેલી!
માનું નહીં જનનીનું કશુંયે કહેવું.
એ બાલ્ય જો ફરી મળે બસ એક વાર,
કો બાળી દે પટનું જે પડ મેં ઉતાર્યું,
વા પ્હેરી કોઈ તન લે, નવ તો ઉતારું;
આપી દઉં ઉપરથી મુજ શેષ કાળ.
ઝંખું દિવાળી વીજત્રસ્ત હું કોડિયાળી
ગોખે-કૂંડે તુલસીને દીપ સ્નિગ્ધવાળી.
૧૬-૧૦-૫૯
(સમસ્ત કવિતા, પૃ. ૧૬૯)