કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૪૧. બારી ખોલી

Revision as of 12:15, 29 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૧. બારી ખોલી| ચંદ્રકાન્ત શેઠ}} <poem> બારી ખોલી વૃક્ષ ઉઘાડ્યું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૧. બારી ખોલી

ચંદ્રકાન્ત શેઠ


બારી ખોલી વૃક્ષ ઉઘાડ્યું,
વૃક્ષ ઉઘાડી ફૂલ ખીલવ્યું,
ફૂલ ખીલવી સૂર્ય જગાડ્યો.
સૂર્ય જગાડી નભને ખોલ્યું,
નભ ખોલીને પાંખ ઉઘાડી.
પાંખ ઊઘડતાં પંખી ઊડ્યું:
ટહુકા અંદર બહાર!

(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૧)