કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૩.મોભો

From Ekatra Wiki
Revision as of 10:01, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩.મોભો|}} <poem> ડર મને મારો જ થોડો હોય છે, કાચમાં ચ્હેરાને જોવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૩.મોભો

ડર મને મારો જ થોડો હોય છે,
કાચમાં ચ્હેરાને જોવો હોય છે.
કોઈ કાયમ કેમ જોતો હોય છે ?
આપણા ક્ષણક્ષણના દોષો હોય છે.
શ્વાસની હલચલ તે હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે ?
ઊંઘ આવે તો તરત મીંચો નયન,
રાતનો ક્યારે ભરોસો હોય છે ?
પી જઉં પયગંબરોનાં પાપને,
શબ્દના તો લાખ રોગો હોય છે.
હું ફરી ક્યાંથી હવે માણસ બનું ?
ડોકમાં ઇચ્છાનો દોરો હોય છે.
સ્વર્ગની લાલચ ન આપો, શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.
તા. ૧૧/૧૨-૬-૭૪
(દર્પણની ગલીમાં, ૧૯૭૫, પૃ. ૩)