કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૬.એક


૧૬.એક

ચિનુ મોદી

એક ટેબલ, એક ખુરશી, એક પડછાયો હતો,
એક રાત્રે એ બધાં ભેગાં થયાં તો ઘર થયું.

ભીંતના ભરચક મગજમાં શૂન્ય ચકરાવે ચડી,
શેરીઓ સંકેલી લેતાં ગામ પણ પાધર થયું.

હાશનાં પંખી હવે બેસી શકે છે નીડમાં,
છિન્ન નભના નેત્રનું આ કેવું રૂપાંતર થયું.

તું નથી એથી નથી મારા સમયને આવ-જા,
શ્વાસના પગરવ વગર ખંડેર મારું ઘર થયું.

૨૯-૩-૭૪
(દર્પણની ગલીમાં, પૃ.૮૦)