કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૬.એક

Revision as of 10:10, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬.એક|}} <poem> એક ટેબલ, એક ખુરશી, એક પડછાયો હતો, એક રાત્રે એ બધાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૬.એક

એક ટેબલ, એક ખુરશી, એક પડછાયો હતો,
એક રાત્રે એ બધાં ભેગાં થયાં તો ઘર થયું.
ભીંતના ભરચક મગજમાં શૂન્ય ચકરાવે ચડી,
શેરીઓ સંકેલી લેતાં ગામ પણ પાધર થયું.
હાશનાં પંખી હવે બેસી શકે છે નીડમાં,
છિન્ન નભના નેત્રનું આ કેવું રૂપાંતર થયું.
તું નથી એથી નથી મારા સમયને આવ-જા,
શ્વાસના પગરવ વગર ખંડેર મારું ઘર થયું.
૨૯-૩-૭૪
(દર્પણની ગલીમાં, પૃ.૮૦)