કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૦.હું જાગું, તું ઊંઘતી...

From Ekatra Wiki
Revision as of 10:22, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦.હું જાગું, તું ઊંઘતી...|}} <poem> હું જાગું, તું ઊંઘતી, અવળાસવળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૦.હું જાગું, તું ઊંઘતી...

હું જાગું, તું ઊંઘતી, અવળાસવળા ઘાટ,
કેમ કરી ‘ઇર્શાદ’થી ખેલાશે ચોપાટ ?
ચળ કહેતાં ચાલે નહીં, સ્થળ કહેતાં નહીં ઠામ,
જળ આંસુનું નામ છે, પળ તરછોડી વાટ.
અડકો તો થડકો નડે, ઝાકળ જેવું કામ,
દર્પણ ક્યાંથી માંડશે; પડછાયાનાં હાટ ?
જૂના જિરણ પીપળે, કરવતનાં શાં કામ ?
પંખી બેસે પારકું, એ જ ઘડીની વાટ.
ગોફણમાં શું મૂકશો ? ઘરનું લેતાં નામ,
જીવણ, ક્યાંથી જાણશો, ખેતરના ગભરાટ ?
ક્યાં ચાલ્યા, શું ચાલશું ? કયું આવતું ગામ?
કડ કિચૂડ કટ ચાલતી, કહો, હિંડોળા-ખાટ,
કટ કિચૂડ કટ ચાલતી, કહો, હિંડોળા-ખાટ
કેમ કરી ‘ઇર્શાદ’થી ખેલાશે ચોપાટ ?
(ઇર્શાદગઢ, ૧૯૭૯, પૃ.૭)