કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૩.આપણો વ્હેવાર જૂઠો

From Ekatra Wiki
Revision as of 10:27, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩.આપણો વ્હેવાર જૂઠો|}} <poem> આપણો વ્હેવાર જૂઠો, આપણી સમજણ ગલત,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૩.આપણો વ્હેવાર જૂઠો

આપણો વ્હેવાર જૂઠો, આપણી સમજણ ગલત,
લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.
સાત સપનાં, એક સૂડો, પાંદડાંનું આ જગત,
થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત.
પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં,
ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત.
વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી,
ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત.
શોધમાં ‘ઇર્શાદ’ છે, ચ્હેરા વગરનો આદમી
જે નથી હોતો કદી તારો ફક્ત, મારો ફક્ત.
(ઇર્શાદગઢ, પૃ.૧૭)