કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨.તો?

Revision as of 09:28, 11 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨.તો?|}} <poem> શ્વાસમાં છલકાય છાની ગંધ તો ? ને બધે ચર્ચાય આ સંબંધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨.તો?

શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?
કંઠથી છટક્યો ટહુકો મોરનો,
ડાળ પરથી જો મળે અકબંધ તો ?
આંખમાંથી આંસુઓ લૂછો નહીં,
તૂટશે પે...લો ઋણાનુબંધ તો ?
લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો ?
(ક્ષણોના મહેલમાં, પૃ. ૭)