કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૪૫.કેમ છો?

Revision as of 11:43, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૫.કેમ છો?

ચિનુ મોદી

કેમ છો ? સારું છે ?
દર્પણમાં જોયેલા ચહેરાને રોજરોજ
આમ જ પૂછવાનું કામ મારું છે ?
કેમ છો ? સારું છે ?

અંકિત પગલાંની છાપ દેખાતી હોય
અને મારગનું નામ ? તો કહે : ‘કાંઈ નહીં’;
દુણાતી લાગણીના દરવાનો સાત
અને દરવાજે કામ ? તો કહે : ‘કાંઈ નહીં’.

દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં
ને કાંઠે પૂછે કે ‘પાણી ખારું છે ?’
કેમ છો ? સારું છે ?

પાણીમાં જુઓ તો દર્પણ દેખાય
અને દર્પણમાં જુઓ તો ‘કોઈ નહીં’;
‘કોઈ નહીં?’ ક્ હેતામાં ઝરમર વરસાદ
અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં.

કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ
ને આંખો પૂછે કે ‘પાણી તારું છે ?’
કેમ છો ? સારું છે ?
(શ્વેત સમુદ્રો, ૨૦૦૧, પૃ.૧)