કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/કવિ અને કવિતાઃ જયન્ત પાઠક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કવિ અને કવિતાઃ જયન્ત પાઠક|જયન્ત પાઠક}}
{{Heading|કવિ અને કવિતાઃ જયન્ત પાઠક|ઊર્મિલા ઠાકર}}
<poem>
<poem>
                                                                              '''૧'''
{{Center|'''૧'''}}

       કવિ જયન્ત પાઠકનો જન્મ ૨૦ ઑક્ટોબર ૧૯૨૦ના રોજ પંચમહાલ જિલ્લાના ગોઠ (રાજગઢ) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ હિંમતલાલ પાઠક અને માતાનું નામ ઇચ્છાબહેન. જયન્ત પાઠક ૧૦ વર્ષના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયેલું. તેમનો ઉછેર તેમના દાદા જોઈતારામ પાઠક પાસે થયેલો. તેમણે રાજગઢમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. ૧૯૩૦માં કાલોલની એન. એસ. જી. હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ૧૯૩૮માં તેઓ મૅટ્રિક થયા. ૧૯૪૩માં એમ.ટી.બી. કૉલેજ, સૂરતમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે સ્નાતક થયા. ૧૯૪૫માં એ જ વિષયો સાથે એમ.એ.ની પદવી મેળવી. ૧૯૬૦માં તેઓ પીએચ.ડી. થયા. ૧૯૪૩થી ૧૯૪૭ સુધી તેમણે જુદી જુદી શાળાઓમાં શિક્ષક તરીકે સેવાઓ આપી. ૧૯૪૭થી ૧૯૫૩ સુધી મુંબઈમાં ‘જન્મભૂમિ’ અને ‘હિન્દુસ્તાન’ દૈનિકમાં પત્રકાર તરીકે કાર્ય કર્યું. ૧૯૫૩થી એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજ, સૂરતમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૮૦માં તેઓ નિવૃત્ત થયા. ૧૯૮૯-૧૯૯૦માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે ચૂંટાયા હતા. ૧૯૫૭માં ‘કુમારચંદ્રક’, ૧૯૭૪માં સોવિયેટ દેશ નહેરુ ઍવૉર્ડ, ૧૯૭૬માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૮માં કવિ ન્હાનાલાલ પારિતોષિક, ૧૯૮૦માં સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર, ૧૯૮૨-૮૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક તેમજ ૨૦૦૩માં નરસિંહ મહેતા ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા હતા. ૧લી સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ સૂરતમાં એમનું અવસાન થયું.

                                                                              ''''''
{{Center|'''2'''}}
 
       ગુજરાતી કાવ્યસાહિત્યમાં ઉશનસ્ અને જયન્ત પાઠકનું નામ સાથે જોડાયેલું રહ્યું છે. બન્ને માસીના દીકરા — ભાઈઓ છે. બન્નેનો ઉછેર પ્રકૃતિના સાન્નિધ્યમાં થયેલો. આથી બન્નેની કવિતામાં પ્રકૃતિનું સૌંદર્ય સહજ રીતે નિરૂપાયું છે. બન્નેને વન, વતન, જંગલ, પહાડો, નદી વગેરેનું આકર્ષણ છે. આ ઉપરાંત ઘરનું વાતાવરણ પણ તેમની કવિતાનો પ્રેરણાસ્રોત છે. જયન્ત પાઠકને ભાષાનું આકર્ષણ પણ કવિતા રચવા પ્રેરે છે. ‘સર્જકની આંતરકથા’માં જયન્ત પાઠક લખે છેઃ

Line 26: Line 25:
         આ ઉપરાંત તેમણે સર્જનાત્મક ગદ્યના ગ્રંથો પણ આપ્યા છે. તેમણે ‘વનાંચલ’ જેવી સ્મૃતિકથા, ‘તરુરાગ’ જેવા સંવેદનાત્મક નિબંધો તેમજ વિવેચન, અનુવાદ અને સંપાદનક્ષેત્રે પણ તેઓ પ્રવૃત્ત રહેલા.

{{Center|'''3'''}}

         જયન્ત પાઠકની કવિતા એ વન્ય-પ્રકૃતિ અને સંસ્કૃતિના સંસ્કારને અભિવ્યક્ત કરતી કવિતા છે. આ કવિનું વતન-ગામ ગોઠ (રાજગઢ) પંચમહાલ જિલ્લાનું નાનકડું ગામ, જે કરડ નદીના કિનારે આવેલું છે. આ નદી કણજીઓના ઝુંડવાળી. પાણી, પહાડો, જંગલ અને ઝાડીઓ વચ્ચે ઊછરેલા આ કવિના સર્જક-ચિત્તમાં પ્રકૃતિના ગાઢ સંસ્કાર ઝિલાયા છે. તેમનું સમગ્ર વ્યક્તિત્વ એના રંગે રંગાયેલું છે.

Line 122: Line 121:
</poem>
</poem>
{{Right| '''— ઊર્મિલા ઠાકર'''}}
{{Right| '''— ઊર્મિલા ઠાકર'''}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૫૧. ‘પંખીકાવ્યો’ માંથી |૫૧. ‘પંખીકાવ્યો’ માંથી ]]
}}
26,604

edits