કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૨. ચિતારો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૨. ચિતારો|જયન્ત પાઠક}}
{{Heading|૧૨. ચિતારો|જયન્ત પાઠક}}
<poem>
<poem>
અજબ મિલાવટ કરી
અજબ મિલાવટ કરી
Line 22: Line 22:
નીરખે થઈને દંગ!
નીરખે થઈને દંગ!
ચીતરે ફરી ફરી! — ચિતારેo
ચીતરે ફરી ફરી! — ચિતારેo


</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૭૧)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૭૧)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૧. સમડી |૧૧. સમડી ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૩. વૃક્ષો |૧૩. વૃક્ષો ]]
}}

Latest revision as of 13:21, 4 September 2021

૧૨. ચિતારો

જયન્ત પાઠક

અજબ મિલાવટ કરી
ચિતારે રંગપ્યાલીઓ ભરી!

એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતીપટથી પ્હાડ!
ઘટ્ટ નીલિમા નરી. — ચિતારેo

જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ!
જલરંગે જલપરી! — ચિતારેo

લૂછતાં વાદળપોતે ઊઘડ્યા
ઇન્દ્રધનુના રંગ;
રંગરંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ!
ચીતરે ફરી ફરી! — ચિતારેo

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૭૧)