કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૨. ચિતારો

From Ekatra Wiki
Revision as of 10:58, 10 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨. ચિતારો|– જયન્ત પાઠક}} <poem> અજબ મિલાવટ કરી ચિતારે રંગપ્યાલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૨. ચિતારો

– જયન્ત પાઠક

અજબ મિલાવટ કરી
ચિતારે રંગપ્યાલીઓ ભરી!

એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતીપટથી પ્હાડ!
ઘટ્ટ નીલિમા નરી. — ચિતારેo

જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ!
જલરંગે જલપરી! — ચિતારેo

લૂછતાં વાદળપોતે ઊઘડ્યા
ઇન્દ્રધનુના રંગ;
રંગરંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ!
ચીતરે ફરી ફરી! — ચિતારેo

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૭૧)