કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૪. આદિમતાની એક અનુભૂતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. આદિમતાની એક અનુભૂતિ|– જયન્ત પાઠક}} <poem> હું આવું છું પાછો,...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૪. આદિમતાની એક અનુભૂતિ|જયન્ત પાઠક}}
{{Heading|૧૪. આદિમતાની એક અનુભૂતિ|જયન્ત પાઠક}}
<poem>
<poem>
હું આવું છું પાછો, બહુ દિન પછી, ઘેર : વનમાં,
હું આવું છું પાછો, બહુ દિન પછી, ઘેર : વનમાં,

Revision as of 11:56, 10 July 2021

૧૪. આદિમતાની એક અનુભૂતિ

જયન્ત પાઠક

હું આવું છું પાછો, બહુ દિન પછી, ઘેર : વનમાં,
ઉતારી નાખું છું વસન પુરના સભ્ય જનનાં;
પહેરી લૌં લીલું પટ ઊડતું વાતા પવનમાં,
હું આદિવાસી-શો ફરું અસલ વાતાવરણમાં.

ફૂલોમાં ઊંડેરો ઊતરી મધુ પીતો ચશચશી,
રજોટાતો, પાવા વિહગગણ કેરા બજવતો;
મહેકી માટીમાં વૃષભ મદીલો શૃંગ ઘસતો;
હું તાડોમાં ડોલું અસલિયતનો આસવ ઢીંચી.

સ્તનો-શી ઘાટીલી અહીંતહીં ફૂટી ટેકરી પરે
તૃણોના રોમાંચે તરવરતી, મારા કર ફરે;
સુંવાળી ને લીસી દ્રુત ઝરણજંઘાગીતલયે
ખીણોમાં ઊંડેરી ઊતરું રતિના ગૂઢ નિલયે.

પુરાણું આ મારું વન-ઘર, નહીં છપ્પર-ભીંતો;
અહીં અંધારાથી, શરમ મૂકીને, સૂર્ય રમતો.

(ક્ષણોમાં જીવું છું, ૧૯૯૭, પૃ. ૧૯૭)