કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૪. આદિમતાની એક અનુભૂતિ

From Ekatra Wiki
Revision as of 11:05, 10 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. આદિમતાની એક અનુભૂતિ|– જયન્ત પાઠક}} <poem> હું આવું છું પાછો,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૪. આદિમતાની એક અનુભૂતિ

– જયન્ત પાઠક

હું આવું છું પાછો, બહુ દિન પછી, ઘેર : વનમાં,
ઉતારી નાખું છું વસન પુરના સભ્ય જનનાં;
પહેરી લૌં લીલું પટ ઊડતું વાતા પવનમાં,
હું આદિવાસી-શો ફરું અસલ વાતાવરણમાં.

ફૂલોમાં ઊંડેરો ઊતરી મધુ પીતો ચશચશી,
રજોટાતો, પાવા વિહગગણ કેરા બજવતો;
મહેકી માટીમાં વૃષભ મદીલો શૃંગ ઘસતો;
હું તાડોમાં ડોલું અસલિયતનો આસવ ઢીંચી.

સ્તનો-શી ઘાટીલી અહીંતહીં ફૂટી ટેકરી પરે
તૃણોના રોમાંચે તરવરતી, મારા કર ફરે;
સુંવાળી ને લીસી દ્રુત ઝરણજંઘાગીતલયે
ખીણોમાં ઊંડેરી ઊતરું રતિના ગૂઢ નિલયે.

પુરાણું આ મારું વન-ઘર, નહીં છપ્પર-ભીંતો;
અહીં અંધારાથી, શરમ મૂકીને, સૂર્ય રમતો.

(ક્ષણોમાં જીવું છું, ૧૯૯૭, પૃ. ૧૯૭)