કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૫. વર્ષો પછી વતનમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૫. વર્ષો પછી વતનમાં|– જયન્ત પાઠક}} <poem> આ તે ખેતર, પાકસોડમ હજી...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૫. વર્ષો પછી વતનમાં|જયન્ત પાઠક}}
{{Heading|૧૫. વર્ષો પછી વતનમાં|જયન્ત પાઠક}}
<poem>
<poem>
આ તે ખેતર, પાકસોડમ હજી એવી જ જે માણી’તી
આ તે ખેતર, પાકસોડમ હજી એવી જ જે માણી’તી

Revision as of 11:56, 10 July 2021

૧૫. વર્ષો પછી વતનમાં

જયન્ત પાઠક

આ તે ખેતર, પાકસોડમ હજી એવી જ જે માણી’તી
ભારામાં શિરના (શિશુ-શરીરની એ દૂધિયા સોડમ!)
આ આડી ભૂત-આંબલી પડી ભરી ભેંકારને ચોગમ;
ટોળીઓ ભૂતની જહીં ઊતરતા અંધારમાં ભાળી’તી.

આ તે કોતર, શૈશવે પગ સર્યા કૈં વાર ઉપર જતાં
(આજેયે સમણે છળી ઊઠું મને સરકી જતો દેખતાં!)
આ તે સ્થાન, અહીં જ પ્હેલી ઊઘડી’તી નાની બે આંખડી;
(દાદાની ખખડે હજુય મનમાં ઓરીપરી ચાખડી.)

રે એ દાતરડું! ગયું લણી શિશુસ્વપ્નો — ઊભા પાકને;
એ ભૂવો! સહુ ભૂતને વશ કરી શીશે ઉતારી દીધાં;
કોનું રે હળ! કોતરો પૂરી દીધાં, સૌ સાફ જાળાં કીધાં;
(રાની બિલ્લી-શિશુ તણાં સપન-ને સંતાડવાં ક્યાં હવે?)

કેડીઓ ગળી સુસ્ત ઘાસ અહીં આ વાગોળતું કાળને;
તીણી ચાંચ વડે કરંત ટચકા પંખી લીલી ડાળને.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૯૭-૧૯૮)