કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૦. થોડો વગડાનો શ્વાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૦. થોડો વગડાનો શ્વાસ|જયન્ત પાઠક}}
{{Heading|૨૦. થોડો વગડાનો શ્વાસ|જયન્ત પાઠક}}
<poem>
<poem>
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
Line 9: Line 9:
:::: રોમ મારાં ફરકે છે ઘાસમાં,
:::: રોમ મારાં ફરકે છે ઘાસમાં,
:: થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
:: થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
:: પીએ માટીની ગંધ મારાં મૂળ;
:: પીએ માટીની ગંધ મારાં મૂળ;
Line 19: Line 20:
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧૯. ભીનું સમયવન |૧૯. ભીનું સમયવન ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૧. વગડા વચ્ચે |૨૧. વગડા વચ્ચે ]]
}}

Latest revision as of 11:49, 6 September 2021

૨૦. થોડો વગડાનો શ્વાસ

જયન્ત પાઠક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાંનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)