કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૦. થોડો વગડાનો શ્વાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
છાતીમાં બુલબુલનો માળો ને | છાતીમાં બુલબુલનો માળો ને | ||
:: આંગળીમાં આદિવાસીનું તીણું તીર; | :: આંગળીમાં આદિવાસીનું તીણું તીર; | ||
::: રોમ મારાં ફરકે છે ઘાસમાં, | :::: રોમ મારાં ફરકે છે ઘાસમાં, | ||
:: થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. | :: થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. | ||
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને | સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને |
Revision as of 11:37, 10 July 2021
૨૦. થોડો વગડાનો શ્વાસ
– જયન્ત પાઠક
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાંનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)