કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૦. થોડો વગડાનો શ્વાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૦. થોડો વગડાનો શ્વાસ| | {{Heading|૨૦. થોડો વગડાનો શ્વાસ|જયન્ત પાઠક}} | ||
<poem> | <poem> | ||
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, | થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, |
Revision as of 11:57, 10 July 2021
૨૦. થોડો વગડાનો શ્વાસ
જયન્ત પાઠક
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,
પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાંનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૦૮)