કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૫. એક વારનું ઘર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૫. એક વારનું ઘર|જયન્ત પાઠક}} <poem> આ આપણું એક વારનું ઘર : દિવાળ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 26: Line 26:
પોપડે પોપડે ઊખડે છે;
પોપડે પોપડે ઊખડે છે;
અને આપણે?… આપણે પણ…
અને આપણે?… આપણે પણ…
૨૨-૮-’૭૧
૨૨-૮-’૭૧
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૪-૨૩૫)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૪-૨૩૫)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૪. ક્યાં છે? |૨૪. ક્યાં છે? ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૬. એક એવું ગામ |૨૬. એક એવું ગામ ]]
}}

Latest revision as of 11:54, 6 September 2021

૨૫. એક વારનું ઘર

જયન્ત પાઠક

આ આપણું એક વારનું ઘર :
દિવાળીનાં કોડિયાં મૂકતા હતા
તે આ કાળા કાળા ગોખલા;
આપણાં એક વારનાં ચળકતાં ગીતો
ચુપચાપ કટાય છે આ હીંચકાનાં કડાંમાં;
આપણી પગલીઓ અહીંતહીં રઝળે છે
ઓટલાની ઊખડેલી ઓકળીઓમાં;
ઊભી ઊભી મૂગી મૂગી સળે છે
ઓસરીની ગાતી થાંભલીઓ
— આપણી હથેળીઓથી રાતી થાંભલીઓ —
બારણાને ટોલ્લે ચોંટાડેલી
હનુમાનજીની મળી
હવે ઘરમાં ભૂતને પેસતાં રોકી શકતી નથી,
બારસાખે બેસાડેલી પૂતળીઓ
આવ-જા કરતા વાયરાને ટોકી શકતી નથી;
કોઢના ખીલા
ઢીલા ઢીલા મૂગા મૂગા
સુક્કું ઘાસ વાગોળે છે;
— લીલારો ચરવા આપણી ગાય
આઘેના વગડામાં નીકળી ગઈ છે,
બા એને અંધારામાં ખોળે છે —
દીવાલોમાં દટાઈ ગયેલી દાદાની વાતો
પોપડે પોપડે ઊખડે છે;
અને આપણે?… આપણે પણ…

૨૨-૮-’૭૧

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૪-૨૩૫)