કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૫. એક વારનું ઘર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૫. એક વારનું ઘર|જયન્ત પાઠક}} <poem> આ આપણું એક વારનું ઘર : દિવાળ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 26: | Line 26: | ||
પોપડે પોપડે ઊખડે છે; | પોપડે પોપડે ઊખડે છે; | ||
અને આપણે?… આપણે પણ… | અને આપણે?… આપણે પણ… | ||
૨૨-૮-’૭૧ | ૨૨-૮-’૭૧ | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૪-૨૩૫)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૪-૨૩૫)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૪. ક્યાં છે? |૨૪. ક્યાં છે? ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૬. એક એવું ગામ |૨૬. એક એવું ગામ ]] | |||
}} |
Latest revision as of 11:54, 6 September 2021
૨૫. એક વારનું ઘર
જયન્ત પાઠક
આ આપણું એક વારનું ઘર :
દિવાળીનાં કોડિયાં મૂકતા હતા
તે આ કાળા કાળા ગોખલા;
આપણાં એક વારનાં ચળકતાં ગીતો
ચુપચાપ કટાય છે આ હીંચકાનાં કડાંમાં;
આપણી પગલીઓ અહીંતહીં રઝળે છે
ઓટલાની ઊખડેલી ઓકળીઓમાં;
ઊભી ઊભી મૂગી મૂગી સળે છે
ઓસરીની ગાતી થાંભલીઓ
— આપણી હથેળીઓથી રાતી થાંભલીઓ —
બારણાને ટોલ્લે ચોંટાડેલી
હનુમાનજીની મળી
હવે ઘરમાં ભૂતને પેસતાં રોકી શકતી નથી,
બારસાખે બેસાડેલી પૂતળીઓ
આવ-જા કરતા વાયરાને ટોકી શકતી નથી;
કોઢના ખીલા
ઢીલા ઢીલા મૂગા મૂગા
સુક્કું ઘાસ વાગોળે છે;
— લીલારો ચરવા આપણી ગાય
આઘેના વગડામાં નીકળી ગઈ છે,
બા એને અંધારામાં ખોળે છે —
દીવાલોમાં દટાઈ ગયેલી દાદાની વાતો
પોપડે પોપડે ઊખડે છે;
અને આપણે?… આપણે પણ…
૨૨-૮-’૭૧
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૩૪-૨૩૫)