કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨. મને થતું :: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪-૪૫)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪-૪૫)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૧. ઉનાળાનો દિવસ|૧. ઉનાળાનો દિવસ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩. જિન્દગી અને મરણ|૩. જિન્દગી અને મરણ]]
}}

Latest revision as of 13:06, 4 September 2021

૨. મને થતું :

જયન્ત પાઠક

ન રૂપ, નહિ રંગ, ઢંગ પણ શા અનાકર્ષક!
નહીં નયન વીજની ચમક, ના છટા ચાલમાં,
ગુલાબ નહીં ગાલમાં; નીરખી રોજ રોજે થતું :
કલા વિરૂપ સર્જને શીદ રહ્યો વિધિ વેડફી!

અને નીરખું રોજ મોહક સુરેખ નારીકૃતિ :
પડ્યે નયનવીજ જેની ઉરઅદ્રિ ચૂરેચૂરા
ઢળે થઈ, અને વિરૂપ જડ નારીનો હું પતિ
અતુષ્ટ, દઈ દોષ ભાગ્યબલને વહંતો ધુરા.

વહ્યા દિન, અને બની જનની એ શિશુ એકની
ઉમંગથી ઉછેરતી લઘુક પ્રાણના પિણ્ડને,
અને લઘુક પિણ્ડ — જીવનથી ઊભરાતું શિશુ
થતું ઘૂંટણભેર, છાતી મહીં આવી છુપાય ને
હસે નયન માતને નીરખી નેહની છાલક :

તને અગર ચાહવા બની શકાય જો બાલક!

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪-૪૫)