કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૦. થોડું થોડું યાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૦. થોડું થોડું યાદ|જયન્ત પાઠક}} <poem> થોડું થોડું યાદ, ઝાઝું ત...")
 
No edit summary
 
Line 26: Line 26:
</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૯૯)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૯૯)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૨૯. માણસ |૨૯. માણસ ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૧. ગ્રીષ્મબપ્પોર અને દિવાસ્વપ્ન |૩૧. ગ્રીષ્મબપ્પોર અને દિવાસ્વપ્ન ]]
}}

Latest revision as of 12:08, 6 September 2021

૩૦. થોડું થોડું યાદ

જયન્ત પાઠક

થોડું થોડું યાદ, ઝાઝું તો ભૂલ્યું-ભુલાયું ફોક
પાણીમાં જ્યમ ડૂબે ગાત ને ઉપર તરતી ડોક!

વલવલતી એક નદી સાંભરે, ટળવળતાં કૈં તરુ
દડદડતા ડુંગર દેખાતા, આભ ઓરું ને પરું;

ન્હાયા તે તડકો, ખાયાં તે ગળ્યાં ચાંદનીચકતાં
પતલી પ્હેરી પવન ફર્યા, સિર તૃણછોગાં ફરફરતાં;

નાની નાની તલાવડીઓ ઊંચકી ઊંધી કરતા
ડૂબકીમાં જલ ખાલવી સમણે આખેઆખી ભરતા!

કોક વાર કરડે ઓચિંતી ઘરના દરની કીડીઓ
ફેરવતી મનને કદી ભીંડી વણનારી ફરકડીઓ;

હરતાં ફરતાં હથેલીઓને અડે સુંવાળું ઘાસ
અલકમલકથી આવે ઊડતી મઘમઘ મહુડાવાસ;

થોડું થોડું યાદ ઝાઝું તો ભૂલ્યું-ભૂલાયું ફોક
કોક વાર આ લોક અજાણ્યો, કોક વાર એ લોક!

૭-૪-’૮૧

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૨૯૯)