કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૫. ચાનક રાખું ને...: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
ચાખી ચાખીને મેં તો ભોજનિયાં કીધાં | ચાખી ચાખીને મેં તો ભોજનિયાં કીધાં | ||
ગળણે ગાળીને સાત પાણીડાં પીધાં | ગળણે ગાળીને સાત પાણીડાં પીધાં | ||
દૂધનો દાઝેલ, છાશ ફૂંકું!::ગુરુજીo | દૂધનો દાઝેલ, છાશ ફૂંકું!:: ગુરુજીo | ||
અંધારું મૂકી હું ચાલું ઉજાસમાં | અંધારું મૂકી હું ચાલું ઉજાસમાં | ||
પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં | પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં | ||
લીલાને સળગાવે સૂકું! ગુરુજીo | લીલાને સળગાવે સૂકું! ગુરુજીo | ||
છોડું છેડો તો એક, દૂજો વીંટાતો | છોડું છેડો તો એક, દૂજો વીંટાતો |
Revision as of 08:19, 11 July 2021
૪૫. ચાનક રાખું ને...
જયન્ત પાઠક
ચાનક રાખું ને તોય ચૂકુંઃ
ગુરુજી, કેમ પગલું હું નિશ્ચેમાં મૂકું!
ચાખી ચાખીને મેં તો ભોજનિયાં કીધાં
ગળણે ગાળીને સાત પાણીડાં પીધાં
દૂધનો દાઝેલ, છાશ ફૂંકું!:: ગુરુજીo
અંધારું મૂકી હું ચાલું ઉજાસમાં
પીછો છોડે ન તોય પડછાયો, પાસમાં
લીલાને સળગાવે સૂકું! ગુરુજીo
છોડું છેડો તો એક, દૂજો વીંટાતો
આ પા ઉકેલું દોર એ પા ગૂંચાતો
પડઘા લાંબા ને વેણ ટૂંકું! ગુરુજીo
૪-૧૨-૧૯૮૭
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૨૧)