કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૬. નથી જોઈતું —: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૬. નથી જોઈતું —|જયન્ત પાઠક}} <poem> નથી જોઈતું આભ, માત્ર બે પાંખ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૨૭)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૨૭)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૫. ચાનક રાખું ને... |૪૫. ચાનક રાખું ને... ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૭. પાવાગઢમાં |૪૭. પાવાગઢમાં ]] | |||
}} |
Latest revision as of 12:28, 6 September 2021
૪૬. નથી જોઈતું —
જયન્ત પાઠક
નથી જોઈતું આભ, માત્ર બે પાંખ મળે, બે ટૌકા
નહીં સાગરનો લાભ, મળે બસ એક નાલી નૌકા.
મારે ક્યાં અનહદ આકાશે ભળવું છે?
મારે ક્યાં ગેબી ગહનોમાં ગળવું છે?
ઊડવું છે, ટહુકા કરવા છે, પળ બે પળ રમવું છે
લ્હેરોમાં લીટા કરવા છે, વમળોમાં ભમવું છે.
નથી જોઈતો સૂરજ, થોડો તડકો, થોડું તેજ
નથી જોઈતી પૃથ્વી, થોડી માટી, થોડો હેજ
મારે ક્યાં ઊગવું કે આથમવું છે?
ફેરફૂંદડી રાતદિવસ ફરવું છે?
જરાક ઉષ્મા, જરા જોઈએ જોવાને અજવાળું
જરાક ગમતો ગંધ, હૃદય બે ભીની ધડકનવાળું!
૨૫-૨-૧૯૯૦
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૨૭)