કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪૮. જીવ-જંતુની કૌતુકકવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 29: Line 29:
ફૂલણજી શા ડોલે, સરકે!
ફૂલણજી શા ડોલે, સરકે!
રૂમાલ બાંધ્યો લાલ ગળે—
રૂમાલ બાંધ્યો લાલ ગળે—
:::શો ફરકે!
::શો ફરકે!


'''૫. વાણિયા'''
'''૫. વાણિયા'''
Line 35: Line 35:
ઊડે વાણિયા અગણિત
ઊડે વાણિયા અગણિત
અબરખિયા પાંખે — જાણે કે ચળક-
અબરખિયા પાંખે — જાણે કે ચળક-
વિમાનો
:વિમાનો
ઠાંસી ઠાંસી ભર્યાં શારદી તડકે!
ઠાંસી ઠાંસી ભર્યાં શારદી તડકે!


Line 42: Line 42:
ચોંટી પડી, ડંખી મધમાખી—
ચોંટી પડી, ડંખી મધમાખી—
એટલું રોયો, એટલું રોયો...
એટલું રોયો, એટલું રોયો...
આખર રાજી
:::આખર રાજી
હથેળીમાં બાએ આપેલા મધને
હથેળીમાં બાએ આપેલા મધને
ચાખી!
::::ચાખી!


'''૭. દેવની ગાય'''
'''૭. દેવની ગાય'''

Revision as of 09:01, 11 July 2021

૪૮. જીવ-જંતુની કૌતુકકવિતા

જયન્ત પાઠક

૧. ભવૈયો
બે બાજુનાં હારબંધ વૃક્ષોની વચ્ચે
પથ્થર-પગોથિયાં પર વ્હેતી
કોતરડીના હેઠનવાસમાં ધરો
ધરાના છાયા-જલમાં તરે ભવૈયોઃ
—જીવ જાણે મારો તરવૈયો!—

૨. મંકોડા
મંકોડાની હાર
ક્યાં ચાલી આ ક્યાંથી આવી બ્હાર!
અગ્રેસરને અટકાવો તો
વેરણછેરણ આમતેમ સૌ
ઢીલા અંકોડાની જાણે માળ!

૩. કીડીઓ
કીડીઓ દરમાં સરી
મૂગી મૂગી કામે લાગી, કામગરી!
લાંબી આ લાકડીનો છેડો
માંડ હજી છે દરને અડક્યો—
ત્યાં તો કાંડે ચટકો!

૪. કાચંડા
જેઠ અષાઢે
વાડે વાડે
હટ્ટાકટ્ટા કામકોડીલા કાચંડા
ફૂલણજી શા ડોલે, સરકે!
રૂમાલ બાંધ્યો લાલ ગળે—
શો ફરકે!

૫. વાણિયા
સમીસાંજના અજવાળામાં
ઊડે વાણિયા અગણિત
અબરખિયા પાંખે — જાણે કે ચળક-
વિમાનો
ઠાંસી ઠાંસી ભર્યાં શારદી તડકે!

૬. મધમાખી
મધપૂડેથી ઊડી સનનન
ચોંટી પડી, ડંખી મધમાખી—
એટલું રોયો, એટલું રોયો...
આખર રાજી
હથેળીમાં બાએ આપેલા મધને
ચાખી!

૭. દેવની ગાય
ઘર સામેનું લીલુંછમ મેદાન
તૃણપત્તી ને કૂંવાડિયાને પાન
આભથી મોતી ટપ ટપ ગરે
દેવની લાલ ગાવડી ચરે!

૮. ભમરી
છપ્પરને ટેકવીને ઊભી
આંગણની આ કુંભી
એમાં ઊંડા વેહ
ભમરીઓનાં ગેહ
અઢેલીને ઊભવાની કીધી ભૂલ
કે વાગી જ છે પીઠમાં વસમી શૂલ!

૯. કનડાં
ભીના ઘરઆંગણની
ઓકળીઓમાં સડસડાટ ગાડી ચાલે કનડાંની!
—રાજધાની એક્સ્પ્રેસ પ્રમાણો—
જરા અડો કે કાયા વળતી ગોળ
—છૂટાં પડેલાં પૈડાં જાણો!—

૧૦. ઇયળ
ભમરી-દરમાં
ઇયળ પડી બેભાન
–નહીં સૂધ, નહીં સાન–
મીંચાય-ઊઘડે આંખ
પાંપણમાં શી ફરકે મારી
રંગરંગની પતંગિયાંની પાંખ!

૧૧. માખી
ઓચિંતી એક ઊડતી માખી
રકાબીમાં ચાની આવીને પડી,
જરા તરફડી... જીવ આખરે છૂટે
કોરે બેઠી માખ બીજી
બે હાથે માથું કૂટે!

૧૪, ૧૫, ૧૬-૯-૧૯૮૭

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૪૮-૪૫૦)