કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪. આવ્યો છું તો—: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
</poem> | </poem> | ||
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)}} | {{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩. જિન્દગી અને મરણ|૩. જિન્દગી અને મરણ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૫. ખોટી ચીજ|૫. ખોટી ચીજ]] | |||
}} |
Latest revision as of 13:07, 4 September 2021
૪. આવ્યો છું તો—
જયન્ત પાઠક
આવ્યો છું લાવ જરા અહીં મળતો જાઉં,
આ મેળે જન લાખ, ભલા કૈં ભળતો જાઉં.
લાંબો પંથ મૂક્યો પાછળ ને
આગળ લાંબો પંથ;
મનખાના મેળાનો વચમાં
બે ઘડીનો આનંદ;
જરા કૈં રળતો જાઉં!
ઝરમર વરસે મેહ નેહનો,
વાયુ વહે અનુકૂલઃ
આ ઉરની પાંખડીઓ ઊઘડે,
ગંધ વહે બની ફૂલ;
ફૂલ થઈ ફળતો જાઉં!
ઘડીક ભૂલીને મનનું ગાણું,
આ કોલાહલ માણું;
પાવાના ઊંડેરા સૂરની—
પ્રીતવ્યથા પરમાણું,
ગહનમાં ગળતો જાઉં!
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)