કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪. આવ્યો છું તો—: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 5: Line 5:
આ મેળે જન લાખ, ભલા કૈં ભળતો જાઉં.
આ મેળે જન લાખ, ભલા કૈં ભળતો જાઉં.


:: લાંબો પંથ મૂક્યો પાછળ ને
: લાંબો પંથ મૂક્યો પાછળ ને
:::: આગળ લાંબો પંથ;
::::: આગળ લાંબો પંથ;
:: મનખાના મેળાનો વચમાં
: મનખાના મેળાનો વચમાં
:::: બે ઘડીનો આનંદ;
::::: બે ઘડીનો આનંદ;
:::: જરા કૈં રળતો જાઉં!
::::: જરા કૈં રળતો જાઉં!


:: ઝરમર વરસે મેહ નેહનો,
: ઝરમર વરસે મેહ નેહનો,
:::: વાયુ વહે અનુકૂલઃ
::::: વાયુ વહે અનુકૂલઃ
:: આ ઉરની પાંખડીઓ ઊઘડે,
: આ ઉરની પાંખડીઓ ઊઘડે,
:::: ગંધ વહે બની ફૂલ;
::::: ગંધ વહે બની ફૂલ;
:::: ફૂલ થઈ ફળતો જાઉં!
::::: ફૂલ થઈ ફળતો જાઉં!


ઘડીક ભૂલીને મનનું ગાણું,
ઘડીક ભૂલીને મનનું ગાણું,
:::: આ કોલાહલ માણું;
::::: આ કોલાહલ માણું;
પાવાના ઊંડેરા સૂરની—
પાવાના ઊંડેરા સૂરની—
:::: પ્રીતવ્યથા પરમાણું,
::::: પ્રીતવ્યથા પરમાણું,
ગહનમાં ગળતો જાઉં!
ગહનમાં ગળતો જાઉં!


</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)}}

Revision as of 09:36, 10 July 2021

૪. આવ્યો છું તો—

– જયન્ત પાઠક

આવ્યો છું લાવ જરા અહીં મળતો જાઉં,
આ મેળે જન લાખ, ભલા કૈં ભળતો જાઉં.

લાંબો પંથ મૂક્યો પાછળ ને
આગળ લાંબો પંથ;
મનખાના મેળાનો વચમાં
બે ઘડીનો આનંદ;
જરા કૈં રળતો જાઉં!

ઝરમર વરસે મેહ નેહનો,
વાયુ વહે અનુકૂલઃ
આ ઉરની પાંખડીઓ ઊઘડે,
ગંધ વહે બની ફૂલ;
ફૂલ થઈ ફળતો જાઉં!

ઘડીક ભૂલીને મનનું ગાણું,
આ કોલાહલ માણું;
પાવાના ઊંડેરા સૂરની—
પ્રીતવ્યથા પરમાણું,
ગહનમાં ગળતો જાઉં!

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)