કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૪. આવ્યો છું તો—: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
::::: જરા કૈં રળતો જાઉં! | ::::: જરા કૈં રળતો જાઉં! | ||
: ઝરમર વરસે મેહ નેહનો, | :: ઝરમર વરસે મેહ નેહનો, | ||
::::: વાયુ વહે અનુકૂલઃ | ::::: વાયુ વહે અનુકૂલઃ | ||
: આ ઉરની પાંખડીઓ ઊઘડે, | :: આ ઉરની પાંખડીઓ ઊઘડે, | ||
::::: ગંધ વહે બની ફૂલ; | ::::: ગંધ વહે બની ફૂલ; | ||
::::: ફૂલ થઈ ફળતો જાઉં! | ::::: ફૂલ થઈ ફળતો જાઉં! |
Revision as of 09:40, 10 July 2021
૪. આવ્યો છું તો—
– જયન્ત પાઠક
આવ્યો છું લાવ જરા અહીં મળતો જાઉં,
આ મેળે જન લાખ, ભલા કૈં ભળતો જાઉં.
લાંબો પંથ મૂક્યો પાછળ ને
આગળ લાંબો પંથ;
મનખાના મેળાનો વચમાં
બે ઘડીનો આનંદ;
જરા કૈં રળતો જાઉં!
ઝરમર વરસે મેહ નેહનો,
વાયુ વહે અનુકૂલઃ
આ ઉરની પાંખડીઓ ઊઘડે,
ગંધ વહે બની ફૂલ;
ફૂલ થઈ ફળતો જાઉં!
ઘડીક ભૂલીને મનનું ગાણું,
આ કોલાહલ માણું;
પાવાના ઊંડેરા સૂરની—
પ્રીતવ્યથા પરમાણું,
ગહનમાં ગળતો જાઉં!
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૫૫)