કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૫૦. અસ્તિત્વ વિશે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૦. અસ્તિત્વ વિશે|જયન્ત પાઠક}} <poem> ક્ષણોમાં જીવું છું — ક્ષણ...")
 
No edit summary
Line 26: Line 26:


</poem>
</poem>
{{Right| (ક્ષણોમાં જીિું  છું, પકૃ. ૪૭૧)}}
{{Right| (ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૭૧)}}

Revision as of 16:42, 11 July 2021

૫૦. અસ્તિત્વ વિશે

જયન્ત પાઠક

ક્ષણોમાં જીવું છું — ક્ષણજીવી છું.
અતીતથી અળગો ને એકલવાયો છું
અજાણ્યા ટાપુ પર અકસ્માત્ સલવાયો છું
ગઈ કાલ ને આવતી કાલની વચ્ચે
નિરાલમ્બ
મૂળિયાં વગર — જાણે અધ્ધર વવાયો છું
હું એક જણ — માત્ર ‘આજ’થી જ ક્ષણ...
પણ જોઉં છું તો
હજીય
અવતરે છે બાળક માતા સાથે નાળથી જોડાયેલું
ઓરથી વીંટળાયેલું
જન્મતાંવેંત એના હાથ ને હોઠ
શોધે છે માતાના સ્તનને અનાયાસ
ઓળખાય છે એના ચહેરામાં હજીય
પૂર્વજોની મોખરાશ
હજીય એ નીકળી જવા કરે છે બહાર
ઘરની, ગામની, પૃથ્વીની —
જાણે પોતાનીય પાર!
ના, ના, હું નથી માત્ર ‘આજ’ની જ ક્ષણ
ગઈ કાલ છું — ને આવતી કાલ પણ...

૨૮-૨-૧૯૯૫

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૪૭૧)