કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૮. થીજી ગયો સમય

Revision as of 13:15, 4 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૮. થીજી ગયો સમય

જયન્ત પાઠક

થીજી ગયો સમય આ પટમાં નદીનાઃ
કાળાડીબાણ ખડકો, વચમાં ધરો ઊંડો —
નાનો સમુદ્ર; મહીં બાળક આદિવાસી કો
આઠેકનો તરી રહ્યો... ઘડીમાં ગળામાં
પ્હેરી લિયે જળની હાંસડી સૂર્યમાંજી.

ઊંધોછતો થઈ તરે, કરપાય ઠેશે
ભેખડો સુધી
ઠેલે તરંગ જલના, જલને હસી હસી
હસાવતો,
ગહનમાં ડૂબકી દઈને
ઓ નીકળ્યો... મત્સ્યાવતાર!

૪-૬-૧૯૬૭

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૦-૧૫૧)