કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૯. કાલ લગી અને આજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯. કાલ લગી અને આજ|નલિન રાવળ}} <poem> કાલ લગી પોચું જાણે પલળેલા પ...")
 
No edit summary
 
Line 29: Line 29:
{{Right|(અવકાશપંખી, પૃ. ૧૬)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૧૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૮. ઠામ|૮. ઠામ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૦. પાનખર|૧૦. પાનખર]]
}}

Latest revision as of 09:36, 18 September 2021


૯. કાલ લગી અને આજ

નલિન રાવળ

કાલ લગી
પોચું જાણે પલળેલા પૂંઠા જેવું આભ
આજ
કડક જે પાપડ ને સારેવડા જેવું,

કાલ લગી
લથરબથર અંગે ભીંજાયેલાં મકાનો
જે ફડકમાં વ્હીલાં ભીરુ ઘેટાંના કો ટોળા જેવાં
આજ
શિયાળવાં જેવાં સહુ લુચ્ચાં,

કાલ લગી
શ્હેરના સૌ લત્તા
ચીનાઓની આંખ જેવા લાગતા’તા ઝીણા
આજ
સમાચાર-પત્રોનાં હેડિંગ જેવા પ્હોળા,

કાલ લગી
વૃદ્ધના ગળેલ ખોટા પગ જેવો
વિચારોમાં કોરાકટ મન જેવો
આજ
કવિતાના લયબદ્ધ છંદ જેવો તાજો
તડકો કડાક કોરો પ્હેરીને હું નીકળ્યો છું.
(અવકાશપંખી, પૃ. ૧૬)